હોમ પેજ / રેસિપી / બીટરૂટ પુલાઉ

Photo of Beetroot pulao by Shraddha Patel at BetterButter
1
0
0(0)
0

બીટરૂટ પુલાઉ

Oct-15-2018
Shraddha Patel
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બીટરૂટ પુલાઉ રેસીપી વિશે

આ એક હેલ્થી વાનગી છે કેમ કે અહીં બીટરૂટ અને અન્ય શાકભાજી નો ઉપયોગ કરી ને પુલાઉ બનાવેલ છે તેમજ સાથે ડ્રાયફ્રૂટ્સ પણ ખરાજ.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. એક કપ બાસમતી ચોખા
  2. સ્વાદ પ્રમાણે મીઠું
  3. બે ચમચી ઘી
  4. જરૂર મુજબ પાણી
  5. એક તમાલપત્ર
  6. 10-12 કાજુ
  7. 15-16 કિસમિસ
  8. એક બટાકા ના ચોરસ કટકા
  9. એક ગાજર ના ચોરસ કટકા
  10. એક નાનું કેપ્સિકમ ના ચોરસ કટકા
  11. એક નાનું બીટરૂટ છીણેલું
  12. 1/4 કપ વટાણા
  13. એક કોબી નું પાન

સૂચનાઓ

  1. સૌ પ્રથમ ચોખા ને બરાબર ધોઈ ને મીઠું નાખી ને રાંધી લો.
  2. હવે એક પેન મા ઘી ગરમ કરો.
  3. ત્યારબાદ તેમાં કાજુ અને કિસમિસ સાંતળી લો. સંતળાઈ ગયા બાદ સાઈડ મા નીકાળી લો.
  4. હવે તેમાં તમાલપત્ર નાખો.
  5. ત્યારબાદ તેમાં બટાકા, ગાજર, વટાણા નાખી સ્વાદ પ્રમાણે મીઠું નાખી મિક્સ કરો. થોડું પાણી ઉમેરી ને ચઢવા દો.
  6. ત્યારબાદ તેમાં કેપ્સિકમ અને બીટરૂટ ઉમેરી મિક્સ કરો અને એક થી બે મિનિટ ચઢવા દો.
  7. હવે તેમાં રાંધેલા ભાત ઉમેરી બરાબર મિક્સ કરી લો.
  8. ત્યારબાદ સાંતળેલા કાજુ અને કીસમીસ ઉમેરી લો અને મિક્સ કરી લો.
  9. હવે પુલાઉ ને એક કોબી ના પાન મા કાઢી ને સર્વ કરો. તો તૈયાર છે એકદમ હેલ્થી એવો બીટરૂટ પુલાઉ.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર