હોમ પેજ / રેસિપી / સ્ટફ મગની દાળના ચીલા

Photo of Stuffed Moong Dal Chilla by Purvi modi at BetterButter
501
2
0.0(0)
0

સ્ટફ મગની દાળના ચીલા

Oct-15-2018
Purvi modi
15 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સ્ટફ મગની દાળના ચીલા રેસીપી વિશે

ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • શેલો ફ્રાય
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. મગની દાળ ૧ અને ૧/૨ કપ
  2. ચોખા ૧/૪ કપ
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. લીલા મરચાં ૪-૫
  5. હીંગ ૧/૪ ટી સ્પૂન
  6. સ્ટફિંગ માટે:-
  7. તેલ ૩-૪ ટી સ્પૂન
  8. વાટેલા આદુ મરચાં ની પેસ્ટ ૧ ટેબલસ્પૂન
  9. સમારેલી કોબીજ ૩/૪ કપ
  10. સમારેલું કેપ્સીકમ ૧
  11. છીણેલું ગાજર ૩/૪ કપ
  12. છીણેલું પનીર ૧૦૦ ગ્રામ
  13. મીઠું સ્વાદ અનુસાર
  14. વાટેલા કાળા મરી ૧/૨ ટી સ્પૂન
  15. ચાટ મસાલો ૧/૨ ટી સ્પૂન
  16. સમારેલી કોથમીર ૩ ટેબલસ્પૂન
  17. અન્ય સામગ્રી:-.
  18. તેલ
  19. લીલી ચટણી

સૂચનાઓ

  1. સૌપ્રથમ મગની દાળ અને ચોખાને ધોઈને પાણીમાં ૪-૫ કલાક સુધી પલાળી રાખો.
  2. ત્યારબાદ તેને લીલા મરચાં સાથે જરૂર મુજબ પાણી ઉમેરીને મિક્સરમાં પીસી લો.
  3. સ્વાદ પ્રમાણે મીઠું, હીંગ ઉમેરો.
  4. ખીરું થોડું ઘટ્ટ રાખવાનું છે.
  5. એક કઢાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં વાટેલા આદુ મરચાં ની પેસ્ટ ઉમેરો.
  6. સમારેલી કોબીજ, છીણેલું ગાજર, કેપ્સિકમ ઉમેરી બરાબર સાંતળો.
  7. શાકભાજી ને ક્રનચી રાખવાના છે.
  8. મીઠું, ચાટ મસાલો, વાટેલા કાળા મરી ઉમેરી બરાબર મિક્સ કરો.
  9. ગેસ બંધ કરી છીણેલું પનીર અને કોથમીર ઉમેરીને બરાબર મિક્સ કરો.
  10. હવે ઢોસા ની તવી ગરમ કરો. તેની ઉપર થોડું તેલ લગાવી પેપર નેપકીન થી લૂછી લો.
  11. હવે એક મોટો ચમચો ભરીને ખીરું મૂકી તેને ચમચાની મદદથી ગોળાકાર માં ફેલાવો.
  12. કિનારીએ તેલ મૂકી ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દો.
  13. પલટાવી બીજી બાજુ શેકી લો.
  14. હવે ચિલ્લા ની વચ્ચે સ્ટફિંગ મૂકી તેને બંધ કરી દો.
  15. ગરમાગરમ મગની દાળ ના ચિલ્લા ને લીલી ચટણી સાથે પરોસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર