હોમ પેજ / રેસિપી / જૈન મોનેકો બિસ્કીટ બાઈટ્સ

Photo of Jain Monaco Biscuits Bites by Dhara Shah at BetterButter
616
2
0.0(0)
0

જૈન મોનેકો બિસ્કીટ બાઈટ્સ

Oct-16-2018
Dhara Shah
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

જૈન મોનેકો બિસ્કીટ બાઈટ્સ રેસીપી વિશે

આ નાના મોટા સૌને ભાવે એવી એકદમ આસાન સનેક્સ કે સ્ટાર્ટર રેસીપી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો ના જન્મદિવસ માટે
  • મિશ્રણ
  • ધીમે ધીમે ઉકાળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 ચમચી બટર
  2. 1 કપ મકાઈના દાણાં, બાફેલા
  3. 1/2 કપ લાલ,લીલા, પીળા કેપ્સીકમ, બારીક સમારેલા
  4. 1 ચમચો મેંદો
  5. 1/2 કપ દૂધ
  6. મીઠું સ્વાદાનુસાર
  7. ચપટી મરી પાઉડર
  8. ચપટી ઓરેગાનો
  9. 1 ચમચી ટોમેટો સોસ
  10. 1 ચમચી ચીલી સોસ
  11. 1 ક્યૂબ, છીણેલું ચીઝ
  12. 16 નંગ મોનેકો બિસ્કીટ
  13. 1 કપ મસાલા સેવ
  14. બાકી ની સામગ્રી:
  15. ટોમેટો સોસ, કોથમીર, છીણેલું ચીઝ

સૂચનાઓ

  1. એક મિડિયમ સાઇઝ ના પેન માં બટર મૂકી, એમાં કેપ્સીકમ અને મકાઈ માં દાણા નાખી ૨ મિનિટ પકવો.
  2. એમાં મેંદો ઉમેરો હલાવો અને દૂધ, ચીઝ, મીઠું, મરી પાઉડર, ઓરેગાનો નાખી મિક્સ કરો.
  3. હવે સોસ ઉમેરી હલાવો અને થીક લોટ જેવું થાય ત્યાં સુધી પકવો.
  4. ગેસ બંધ કરો ને એને ઠંડુ પડવા દો.
  5. હવે તેના નાના નાના બોલ્સ બનાવો.
  6. ૨ બિસ્કીટ લઇ એની વચ્ચે એક બોલ મૂકી હળવે થી પ્રેસ કરો.
  7. આવી રીતે બધા તૈયાર કરો.
  8. હવે બધાને સોસ માં ડીપ કરી સેવ માં રગદોળો અને સર્વ કરવા પ્લેટ માં મૂકતા જાવ.
  9. કોથમીર અને ચીઝ થી ગાર્નિશ કરી સોસ સાથે આ બિસ્કીટ બાઇટ્સ સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર