હોમ પેજ / રેસિપી / લેબેનીસ તવા સિઝલર

Photo of Lebanese Tawa Sizzler by Solanki Minaxi at BetterButter
719
2
0.0(0)
0

લેબેનીસ તવા સિઝલર

Oct-16-2018
Solanki Minaxi
20 મિનિટ
તૈયારી નો સમય
60 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લેબેનીસ તવા સિઝલર રેસીપી વિશે

દેખાવ મા સાદુ એવુ પણ સ્વાદ મા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે,જે સિઝલર પ્લેટ ની જગ્યાએ તવા નો ઉપયોગ કરી ને બનાવ્યું છે.જેમા ફલાફલ ટિકકી બનાવી છે જે બાળકો ને ટિફિન મા પણ બનાવી ને આપી શકાય,કેરેમલાઈસ કરેલા ક્રંન્ચી વેજીટેબલ જેના ખટ્ટ મીઠા સ્વાદ ની સાથે સિઝલર નુ હાર્ટ કહી શકાય તેવો તીખો , ચટાકેદાર હોટ પેપર સોસ છે જેનો ઉપયોગ રોજ ના જમવામા પણ લઈ શકો છો

રેસીપી ટૈગ

  • વેજ
  • શેલો ફ્રાય
  • સાંતળવું
  • મુખ્ય વાનગી

સામગ્રી સર્વિંગ: 3

  1. ફલાફલ ટિક્કી બનાવવા માટે :-
  2. ૧ કપ કાબુલી ચણા
  3. ૧ ટેબલસ્પૂન લીલા મરચા ની પેસ્ટ
  4. ૧ લીંબુનો રસ
  5. ૧/૨ ટી શેકેલુ જીરું પાવડર
  6. મીઠુ સ્વાદ અનુસાર
  7. ૨ ટેબલસ્પૂન સમારેલી કોથમીર
  8. ૧૫ થી ૨૦ સુધારેલા ફુદીના ના પાન
  9. કેરેમલાઈઝ વેજીટેબલ માટે:-
  10. ૧ ટેબલસ્પૂન ખાંડ
  11. ૧ ટેબલસ્પૂન બટર
  12. ૧/૨ ટી સ્પૂન વિનેગર
  13. ૧ કપ કોબીજ મોટી સુધારેલી
  14. ૧ કપ કેપ્સીકમ મોટુ સુધારેલુ
  15. ૨ ટેબલસ્પૂન બાફેલી મકાઈ ના દાણા
  16. મીઠું સ્વાદાનુસાર
  17. ૧/૨ ટી સ્પૂન ચીલી ફ્લેક્સ
  18. હોટ પેપર સોસ બનાવવા માટે :-
  19. ૪ ટેબલસ્પૂન બાફેલા કાબુલી ચણા
  20. ૬ થી ૭ પલાળેલા આખા લાલ મરચાં
  21. ૨ ટેબલસ્પૂન તલ
  22. ૧ ટી સ્પૂન વિનેગર
  23. મીઠું સ્વાદ અનુસાર
  24. ૧ ટેબલસ્પૂન ક્રીમ
  25. ૧/૪ કપ દહીં
  26. ૨ ટેબલસ્પૂન તેલ
  27. પાણી જરૂર મુજબ
  28. કોર્ન રાઈસ બનાવવા માટે:-
  29. ૨ કપ ભાત
  30. ૧/૨ કપ બાફેલી મકાઈ ના દાણા
  31. ૧ ટી સ્પૂન ચીલી ફ્લેક્સ
  32. ૨ ટેબલસ્પૂન સમારેલી કોથમીર
  33. મીઠું સ્વાદાનુસાર
  34. અન્ય સામગ્રી:-
  35. કોબીજ ના પાન
  36. બટર

સૂચનાઓ

  1. ફલાફલ ટિક્કી બનાવવા માટે:-
  2. કાબુલી ચણા ૫ થી ૬ કલાક ગરમ પાણી માં પલાળી લો.
  3. મિક્સર જાર માં પલાળેલા ચણા,લીલા મરચા ની પેસ્ટ, લીંબુનો રસ,શેકેલું જીરું પાવડર નાખી અધકચરું ક્રશ કરી લો.
  4. કોથમીર ,ફુદીનો અને મીઠું ઉમેરીને બરાબર ફેંટો.
  5. ટિક્કી વાળી લો અને પેન માં ઓછા તેલમાં તળી લો.
  6. કેરેમલાઈઝ વેજીટેબલ બનાવવા માટે :-
  7. પેન માં ખાંડ ઉમેરી દો, ઓગળી જાય ત્યાં સુધી ગરમ કરો.
  8. ખાંડ ઓગળે એટલે તેમાં બટર અને વિનેગર નાખી મિક્સ કરી લો
  9. પછી તેમાં. કોબીજ, કેપ્સિકમ,મકાઈ ના દાણા, ચીલી ફ્લેક્સ ,અને મીઠું નાખી ૨ મિનિટ સાંતળો.
  10. કોર્ન રાઈસ બનાવવા માટે:-
  11. કેરેમલાઈસ વેજીટેબલ બનાવ્યા હતા એજ પેન માં બટર ગરમ કરી ભાત સાંતળો.
  12. લીલા ધાણા,ચીલી ફ્લેક્સ અને મીઠું નાખી મિક્સ કરી મિનિટ સાંતળો.
  13. હોટ પેપર સોસ બનાવવા માટે :-
  14. મિક્સર જાર માં બાફેલા કાબુલી ચણા,લાલ મરચા,તલ ,વિનેગર , મીઠું નાખી ક્રશ કરી લો.
  15. ફરી તેમાં ક્રીમ,દહીં અને ૩ ચમચી પાણી નાખી ક્રશ કરી લો.
  16. સિઝલર બનાવવા માટે :-
  17. તવો ગરમ કરી તેમાં કોબીજ ના પાન ગોઠવી લો.
  18. પહેલા રાઈસ પાથરી લો
  19. ઉપર કેરેમલાઈસ વેજીટેબલ્ પાથરો.
  20. ઉપર ટીક્કી મૂકો.
  21. ઉપર સોસ પાથરી દો.
  22. કોબીજ ના પાન નીચે બટર મૂકો.
  23. તો તૈયાર છે સ્વાદિષ્ટ એવું લેબેનીસ તવા સિઝલર.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર