Open in app

લેબેનીસ તવા સિઝલર

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  20 min
બનાવવાનો સમય  60 min
પીરસવું  3 people
Solanki Minaxi16th Oct 2018

Lebanese Tawa Sizzler ના વિશે

Ingredients to make Lebanese Tawa Sizzler in gujarati

  • ફલાફલ ટિક્કી બનાવવા માટે :-
  • ૧ કપ કાબુલી ચણા
  • ૧ ટેબલસ્પૂન લીલા મરચા ની પેસ્ટ
  • ૧ લીંબુનો રસ
  • ૧/૨ ટી શેકેલુ જીરું પાવડર
  • મીઠુ સ્વાદ અનુસાર
  • ૨ ટેબલસ્પૂન સમારેલી કોથમીર
  • ૧૫ થી ૨૦ સુધારેલા ફુદીના ના પાન
  • કેરેમલાઈઝ વેજીટેબલ માટે:-
  • ૧ ટેબલસ્પૂન ખાંડ
  • ૧ ટેબલસ્પૂન બટર
  • ૧/૨ ટી સ્પૂન વિનેગર
  • ૧ કપ કોબીજ મોટી સુધારેલી
  • ૧ કપ કેપ્સીકમ મોટુ સુધારેલુ
  • ૨ ટેબલસ્પૂન બાફેલી મકાઈ ના દાણા
  • મીઠું સ્વાદાનુસાર
  • ૧/૨ ટી સ્પૂન ચીલી ફ્લેક્સ
  • હોટ પેપર સોસ બનાવવા માટે :-
  • ૪ ટેબલસ્પૂન બાફેલા કાબુલી ચણા
  • ૬ થી ૭ પલાળેલા આખા લાલ મરચાં
  • ૨ ટેબલસ્પૂન તલ
  • ૧ ટી સ્પૂન વિનેગર
  • મીઠું સ્વાદ અનુસાર
  • ૧ ટેબલસ્પૂન ક્રીમ
  • ૧/૪ કપ દહીં
  • ૨ ટેબલસ્પૂન તેલ
  • પાણી જરૂર મુજબ
  • કોર્ન રાઈસ બનાવવા માટે:-
  • ૨ કપ ભાત
  • ૧/૨ કપ બાફેલી મકાઈ ના દાણા
  • ૧ ટી સ્પૂન ચીલી ફ્લેક્સ
  • ૨ ટેબલસ્પૂન સમારેલી કોથમીર
  • મીઠું સ્વાદાનુસાર
  • અન્ય સામગ્રી:-
  • કોબીજ ના પાન
  • બટર

How to make Lebanese Tawa Sizzler in gujarati

  1. ફલાફલ ટિક્કી બનાવવા માટે:-
  2. કાબુલી ચણા ૫ થી ૬ કલાક ગરમ પાણી માં પલાળી લો.
  3. મિક્સર જાર માં પલાળેલા ચણા,લીલા મરચા ની પેસ્ટ, લીંબુનો રસ,શેકેલું જીરું પાવડર નાખી અધકચરું ક્રશ કરી લો.
  4. કોથમીર ,ફુદીનો અને મીઠું ઉમેરીને બરાબર ફેંટો.
  5. ટિક્કી વાળી લો અને પેન માં ઓછા તેલમાં તળી લો.
  6. કેરેમલાઈઝ વેજીટેબલ બનાવવા માટે :-
  7. પેન માં ખાંડ ઉમેરી દો, ઓગળી જાય ત્યાં સુધી ગરમ કરો.
  8. ખાંડ ઓગળે એટલે તેમાં બટર અને વિનેગર નાખી મિક્સ કરી લો
  9. પછી તેમાં. કોબીજ, કેપ્સિકમ,મકાઈ ના દાણા, ચીલી ફ્લેક્સ ,અને મીઠું નાખી ૨ મિનિટ સાંતળો.
  10. કોર્ન રાઈસ બનાવવા માટે:-
  11. કેરેમલાઈસ વેજીટેબલ બનાવ્યા હતા એજ પેન માં બટર ગરમ કરી ભાત સાંતળો.
  12. લીલા ધાણા,ચીલી ફ્લેક્સ અને મીઠું નાખી મિક્સ કરી મિનિટ સાંતળો.
  13. હોટ પેપર સોસ બનાવવા માટે :-
  14. મિક્સર જાર માં બાફેલા કાબુલી ચણા,લાલ મરચા,તલ ,વિનેગર , મીઠું નાખી ક્રશ કરી લો.
  15. ફરી તેમાં ક્રીમ,દહીં અને ૩ ચમચી પાણી નાખી ક્રશ કરી લો.
  16. સિઝલર બનાવવા માટે :-
  17. તવો ગરમ કરી તેમાં કોબીજ ના પાન ગોઠવી લો.
  18. પહેલા રાઈસ પાથરી લો
  19. ઉપર કેરેમલાઈસ વેજીટેબલ્ પાથરો.
  20. ઉપર ટીક્કી મૂકો.
  21. ઉપર સોસ પાથરી દો.
  22. કોબીજ ના પાન નીચે બટર મૂકો.
  23. તો તૈયાર છે સ્વાદિષ્ટ એવું લેબેનીસ તવા સિઝલર.

Reviews for Lebanese Tawa Sizzler in gujarati (0)

No reviews yet.

Recipes similar to Lebanese Tawa Sizzler in gujarati

  • તવા ઢોકળા

    4 likes
  • પનીર તવા મસાલા

    4 likes
  • તવા પનીર ટિક્કા

    702 likes
  • ખિચડી-કઢી સિઝલર

    5 likes
  • તવા બટર બિરયાની

    3 likes
  • તવા ગાર્લિક બ્રેડ

    2 likes