આલુ ટિક્કી કરી | Aloo Tikki Curry Recipe in Gujarati

ના દ્વારા Purvi Modi  |  16th Oct 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Aloo Tikki Curry by Purvi Modi at BetterButter
આલુ ટિક્કી કરીby Purvi Modi
 • તૈયારીનો સમય

  10

  મીની
 • બનાવવાનો સમય

  25

  મીની
 • પીરસવું

  4

  લોકો

2

0

આલુ ટિક્કી કરી

આલુ ટિક્કી કરી Ingredients to make ( Ingredients to make Aloo Tikki Curry Recipe in Gujarati )

 • ગ્રેવી માટે:-
 • દૂધી ૧૫૦ ગ્રામ
 • ટામેટા ૪
 • કાજુ ૮-૧૦
 • તેલ ૪-૫ ટી સ્પૂન+ ૨ ટેબલસ્પૂન
 • ઘી ૨ ટેબલસ્પૂન
 • નાની ઈલાયચી ૨
 • મોટી ઈલાયચી ૧
 • લવિંગ ૨-૩
 • તજનો નાનો ટુકડો ૧
 • હળદર ૧/૨ ટી સ્પૂન
 • કાશમીરી લાલ મરચું પાઉડર ૨ ટેબલસ્પૂન
 • કીચનકીગ મસાલો ૧ ટેબલસ્પૂન
 • મીઠું સ્વાદ અનુસાર
 • ખાંડ ૧ ટી સ્પૂન
 • કસૂરી મેથી ૧ ટી સ્પૂન
 • મલાઈ ૨ ટેબલસ્પૂન
 • આલુ ટિક્કી માટે:-
 • બાફેલા બટાકા ૬-૭
 • મીઠું સ્વાદ અનુસાર
 • લાલ મરચું પાઉડર ૧ ટી સ્પૂન
 • લીંબુનો રસ ૧ ટેબલસ્પૂન
 • કૉન ફ્લોર ૨ ટેબલસ્પૂન
 • સમારેલી કોથમીર ૩ ટેબલસ્પૂન
 • સમારેલા કાજુ અને દ્રાક્ષ જરૂર મુજબ
 • તેલ જરૂર મુજબ

How to make આલુ ટિક્કી કરી

 1. સૌપ્રથમ બાફેલા બટાકાની છાલ કાઢી માવો કરવો. તેમાં મીઠું, લાલ મરચું પાઉડર, લીંબુનો રસ, સમારેલી કોથમીર અને કૉન ફ્લોર ઉમેરીને બરાબર મિક્સ કરો.
 2. હવે તેના નાના ગોળા વાળી હાથ થી પૂરી નો આકાર આપી વચ્ચે ૨-૩ કાજુ અને દ્રાક્ષ ના ટુકડા મૂકી ફરી થી ગોળો વાળી લો.
 3. હથેળી થી સહેજ દાબીને ટિક્કી બનાવી લો.
 4. બધીજ ટિક્કી ને આ રીતે તૈયાર કરી લો.
 5. તવા પર તેલ મૂકી બધી ટિક્કી ને બન્ને બાજુએ થી શેલો ફ્રાય કરી લો.
 6. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં નાની ઈલાયચી, મોટી ઈલાયચી, લવિંગ, તજનો ટુકડો અને સૂકા લાલ મરચાં ઉમેરો.
 7. હવે તેમાં સમારેલી દૂધી, સમારેલા ટામેટા અને કાજુ ઉમેરો.
 8. હળદર ઉમેરીને ઢાકણથી ઢાંકી ચઢવા દો.
 9. દૂધી બરાબર ચઢી જાય અને ટામેટા નરમ થાય એટલે ગેસ બંધ કરી દો અને મિશ્રણને ઠંડુ થવા દો.
 10. ત્યારબાદ તેને મિક્સરમાં પીસી લો.
 11. હવે એક કઢાઈમાં તેલ અને ઘી ગરમ કરો.
 12. તેમાં તૈયાર કરેલી ગ્રેવી ઉમેરીને ૨-૩ મિનિટ સુધી સાંતળો.
 13. સ્વાદ પ્રમાણે મીઠું, કાશ્મીરી લાલ મરચું પાઉડર, કીચનકીગ મસાલો અને ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરો.
 14. જરૂર મુજબ થોડું પાણી ઉમેરીને ૪-૫ મિનિટ સુધી ઢાંકીને થવા દો.
 15. છેલ્લે તેમાં કસૂરી મેથી અને મલાઈ ઉમેરીને બરાબર મિક્સ કરી ગેસ બંધ કરી દો.
 16. પીરસતી વખતે બાઉલ માં પ્રથમ ગ્રેવી રેડીને ઉપર ટિક્કી મૂકો.
 17. ગરમાગરમ આલુ ટિક્કી કરી ને પરાઠા અથવા નાન સાથે પરોસો.

My Tip:

ટિક્કી ને વધારે સ્વાદિષ્ટ કરવા તેમાં પનીર અને ચીઝ ઉમેરી શકો છો.

Reviews for Aloo Tikki Curry Recipe in Gujarati (0)