હોમ પેજ / રેસિપી / હરા ભરા કબાબ વીથ મખની ગ્રેવી.

Photo of Hara Bhara Kabab With Makhani Gravy by Leena Sangoi at BetterButter
1354
0
0.0(0)
0

હરા ભરા કબાબ વીથ મખની ગ્રેવી.

Oct-16-2018
Leena Sangoi
20 મિનિટ
તૈયારી નો સમય
35 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

હરા ભરા કબાબ વીથ મખની ગ્રેવી. રેસીપી વિશે

લાજવાબ વાનગી.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • પંજાબી
  • શેકેલું
  • સાથે ની સામગ્રી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. સ્પિનચ -પાલક ૨૦ થી ૩૦ પાન ઉકાળી ને રાખેલ
  2. ૧ કપ બાફેલા લીલાં વટાણા
  3. બ્રાઉન બ્રેડ સ્લાઇસેસ ૪
  4. ૨ બટાકા બાફેલા
  5. ૧/૨ ચમચી જીરું પાવડર 
  6. ૧/૨ ચમચી આદુ મરચાં પેસ્ટ
  7. મીઠું ટેસ્ટ મુજબ
  8. તેલ ૨ ચમચી
  9. સમારેલી કોથમીર ૨ ચમચી
  10. ૧ ચમચી માખણ
  11. ૧ ટેબલસ્પૂન તેલ
  12. ૧ ચમચી જીરું
  13. ૧ & ૧/૨ ટેબલસ્પૂન તરબૂચ બીજ
  14. ૩ ટેબલસ્પૂન કાજુ નટ્સ
  15. ૩ મોટા ટામેટાં
  16. ૩ સૂકી કશ્મીરી લાલ મરચાં
  17. સ્વાદ મીઠું
  18. ૧ ટેસ્પૂન માખણ
  19. ગરમ મસાલા ૧ ટીસ્પૂન
  20. ૧/૨ ટીસ્પૂન કિચન કિંગ મસાલા
  21. ૧ ટી સ્પૂનચાટ મસાલા
  22. ૧ કપ તાજી મલાઈ
  23. ૧ ચમચી પીસેલી ખાંડ
  24. ૧ ચમચી કસુરી મેથી.
  25. ૧ ચમચો કોથમીર

સૂચનાઓ

  1. સ્પિનચ ને ચોપર માં મૂકી ચોપ કરો અને બાઉલમાં મૂકો.
  2. બ્રેડ સ્લાઇસેસ ને મિક્સરમાં નાખીને બ્રેડક્રમ્સ બનાવો.
  3. બટાકા ને બાઉલમાં છીણી લો.
  4. સ્પિનચ , વટાણા, લીલાં આદૂ મરચાં પેસ્ટ,કોથમીર સાથે મિક્સ કરો. 
  5. મીઠું, જીરું પાવડર અને બ્રેડક્રમ્સ ઉમેરો અને હાથથી મિશ્ર કરો.
  6. નોન સ્ટીક અપમ પેન માં તેલ લગાવી ગરમ કરો.
  7. મિશ્રણને નાના બોલસ નો આકાર આપો.
  8. ગોળા ને બન્ને સાઈડ થી ગોલ્ડન બ્રાઉન શેકો.
  9. નોનસ્ટિક પેન માં માખણ,તેલ ગરમ કરો.
  10. જીરું બીજ, તરબૂચ બીજ, કાજુ, ટામેટા, મીઠું, સૂકી કાશ્મીરી મિર્ચ ઉમેરો.
  11. ટમેટાં નરમ થતાં સુધી પકવો.
  12. કેટલાક સમય માટે ઠંડુ કરો.
  13. સરસ પેસ્ટ માં ગ્રાઇન્ડ કરો.
  14. તેથી આપણે સરળ ટેક્સચર મેળવી શકીએ.
  15. હવે ગરમ મસાલા, ચાટ મસાલા, કિચન કિંગ મસાલાઉમેરો.
  16. તાજી મલાઈ ઉમેરો.
  17. ગ્રેવી ઘાટી થવા સુધી ચઢવો.
  18. કસુરી મેથી, ધાણા ઉમેરો.
  19. હવે તૈયાર કોફતા ઉમેરો.
  20. થોડી મિનીટ પછી બાઉલમાં લો.
  21. કોથમીર થી ગાર્નિશ કરી નાન /પરાઠા સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર