હોમ પેજ / રેસિપી / સિંધી સાટા

Photo of Sindhi sata by Jyoti Adwani at BetterButter
1731
12
0.0(0)
0

સિંધી સાટા

Oct-18-2018
Jyoti Adwani
20 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સિંધી સાટા રેસીપી વિશે

આ સિંધી લોકો ની પારંપરિક મીઠાઈ છે જે મેં મારા દાદી પાસે થી શીખી છે.આજે પણ કોઈ પણ તહેવાર માં ઘરે ઘરે આ મીઠાઈ બને જ છે.સિંધી જ્ઞાતિ માં જ્યારે પણ દીકરી ની સગાઈ કરવામાં આવે છે ત્યારે વર પક્ષ વાળા ને સાટા તો આપવા ના જ હોય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • સિંધી
  • તળવું
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 2

  1. મેંદો ૨૫૦ ગ્રામ
  2. ખાંડ ૩૦૦ ગ્રામ
  3. મીઠું ચપટી જેટલું
  4. તેલ તળવા માટે
  5. ગુલાબ ની પાંખડીઓ સજાવટ માટે

સૂચનાઓ

  1. મેંદા માં ૫૦ ગ્રામ જેટલું મોણ નાખીને લોટ બાંધી લો અને ૧૦ મિનિટ માટે મૂકી રાખો.
  2. હવે તેમાંથી જાડી નાની નાની પુરી વણી લો.
  3. હવે તેને ધીમા તાપે સોનેરી રંગ ની તળી લો.તળતા પેલા તેમાં હોલ કરી લો જેથી ફૂલાય નહિ.
  4. પુરી તળાય ત્યાં સુધી બીજી બાજુ ખાંડ ડૂબે એટલું પાણી નાખી ને ચાસણી બનવા મુકો.
  5. ચાસણી આપણે પતાશા જેવી કરવા ની છે.
  6. આજુ બાજુ માં ચાસણી કઢાઈ માં થોડી જામવા લાગે એટલે આપણી ચાસણી તૈયાર છે.
  7. એક વાત યાદ રાખો સાટા બનાવવા માં ખૂબ ધ્યાન રાખવું પડે છે કે ચાસણી માં પુરી જલ્દી જલ્દી ડુબોવવિ પડે છે.
  8. હવે બધી પુરી ને ફટાફટ ચાસણી માં ચીપયા ની મદદ થી બન્ને બાજુ થી દુુબોડી ને બહાર કોઈ થાળી માં ઘી લગાડી ને મુક્તા જાવ.
  9. અને તેના પર ગુલાબ ની પાંખડી લગાડતા જાવ.
  10. ૧૫ મિનિટ માટે તેને મૂકી દો એટલે ચાસણી સાટા ઉપર જામી જશે.
  11. લો તૈયાર છે આપણા સ્વાદિષ્ટ સિંધી સાટા.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર