હોમ પેજ / રેસિપી / ખારી ભાત

Photo of Khari bhat by Jyoti Adwani at BetterButter
0
6
0(0)
1

ખારી ભાત

Oct-19-2018
Jyoti Adwani
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ખારી ભાત રેસીપી વિશે

ખારી ભાત અમારા ક્ચ્છ ની શાન છે.આ ભાત મને મારા દાદી સાસુજી એ શીખડાવ્યા છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • પ્રેશર કુક
  • મુખ્ય વાનગી
  • લો ફેટ

સામગ્રી સર્વિંગ: 2

  1. લિલી ડુંગળી ના પાન ૧ નાની વાટકી
  2. ૧ બટેટુ સમારેલું
  3. મગફળી ના બી નાની અડધી વાટકી
  4. રાય નાની અડધી ચમચી
  5. જીરુ નાની અડધી ચમચી
  6. હળદર ૧/૪ ચમચી
  7. લાલ મરચું ૧ નાની ચમચી
  8. ચોખા ૧ વાટકી
  9. લીમડા ના પાન
  10. તેલ ૨ ચમચી
  11. મીઠું સ્વાદ મુજબ

સૂચનાઓ

  1. કુકર માં તેલ ગરમ થવા મુકો.
  2. હવે રાય અને જીરા નો વઘાર કરો.
  3. લીમડા ના પાન નાખો.
  4. હવે લિલી ડુંગળી ના પાન, સમારેલું બટેટુ,મગફળી ના બી ઉમેરો.
  5. તેને ૨ મિનિટ સુધી હલાવો.
  6. હવે ચોખા ને સારી રીતે ધોઈ ને કુકર માં નાખો.
  7. હવે હળદર,લાલ મરચું, મીઠું નાખી ને સારી રીતે મિક્સ કરી લો.
  8. હવે જરૂર મુજબ નું પાણી ઉમેરીને ૩ સીટી લય લો.
  9. લો તૈયાર છે આપણા સ્વાદિષ્ટ ખારી ભાત.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર