હોમ પેજ / રેસિપી / સેવ ટમેટા નું શાક

Photo of sev tamatar sabzi by Hiral Pandya Shukla at BetterButter
420
4
0.0(0)
0

સેવ ટમેટા નું શાક

Oct-20-2018
Hiral Pandya Shukla
4 મિનિટ
તૈયારી નો સમય
8 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સેવ ટમેટા નું શાક રેસીપી વિશે

આ શાક દાદી બહુ જ બનાવતા અને મારી પસંદગી નું શાક છે ઘણી વખત સેવ ન હોય તો ભાવનગરી ગાઠીયા નાખીને બનાવતા. જેમ દાદી કરતા એમ મે બનાવવાનો પ્રયાસ કર્યો છે.. હવે તો રેસ્ટોરન્ટ સ્ટાઈલ અને ધાબા સ્ટાઇલમાં પણ બનાવી શકાય.

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • ધીમે ધીમે ઉકાળવું
  • સાંતળવું
  • મૂળભૂત વાનગીઓ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. ૪ મીડીયમ સાઇઝના ટમેટા સુધારેલ
  2. ૧ વાટકો સેવ
  3. ચમચી હીંગ
  4. રાઇ જીરું વઘારવા માટે
  5. તેલ ૩ ચમચા
  6. હળદર ૧ ચમચી
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. લાલ મરચું પાવડર ૧ ચમચી
  9. ધાણાજીરુ ૧ ચમચી
  10. ગરમ મસાલો સ્વાદ અનુસાર
  11. પાણી જરૂરિયાત મુજબ

સૂચનાઓ

  1. ટમેટાં કાપી તૈયાર કરી લો.
  2. એક કઢાઈ માં તેલ ગરમ કરી તેમાં રાઇ જીરું અને હીંગ નાંખી દો.
  3. તેમા ટમેટાં ઉમેરી સાંતળો
  4. જરૂર મુજબ પાણી ઉમેરી ગરમ થવા દો.
  5. બધા સુકા મસાલા ઉમેરો
  6. ઢાંકી દો
  7. ૫ મીનીટ પછી ખોલી અને એમાં સેવ નાંખી એક મીનીટ સુધી ચઢવા દો.
  8. તૈયાર છે શાક... ગરમાગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર