હોમ પેજ / રેસિપી / ખાટા ઢોકળા

Photo of Khata dhokla by Devi Amlani at BetterButter
837
5
0.0(0)
0

ખાટા ઢોકળા

Oct-20-2018
Devi Amlani
10 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ખાટા ઢોકળા રેસીપી વિશે

ખાટા ઢોકળા મારા દાદી મા ને ખૂબ જ ભાવતા અને ખુબ જ સરસ રીતે તે બનાવતા હતા આ રેસિપી તેમની છે લસણની વાટેલી લાલ ચટણી સાથે ખૂબ જ સરસ લાગે છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ગુજરાત
  • બાફવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. 3 બાઉલ ચોખા
  2. 1 બાઉલ ચણા દાળ
  3. 1 બાઉલ મગદાળ
  4. જરૂર પ્રમાણે ખાટી છાસ
  5. 1 ચમચી લાલ મરચું પાઉડર
  6. 1 ચમચી હળદર પાઉડર
  7. 1 ચમચી હિંગ
  8. 1 નાની વાટકી સમારેલા આદુ મરચા અને ધાણા ભાજી
  9. 1 નાની ચમચી સાજીના ફૂલ
  10. 4 થી 5 ચમચી તેલ
  11. સ્વાદ પ્રમાણે મીઠું

સૂચનાઓ

  1. સૌ પ્રથમ ચોખા અને દાળને મિક્સરમાં દળી લો અથવા તો ઘંટીમાં કર કરું દળી લો
  2. હવે તેને ખાટી છાસ માં મિક્સ કરી 8 થી 10 કલાક માટે આથો આપો
  3. તેમાં હળદર મરચું પાવડર મીઠું સમારેલા આદુ અને ધાણા ભાજી નાંખી હલાવો
  4. ત્યાર બાદ એક પેનમાં 2 ચમચી તેલ અને ૧ ચમચી સાજીના ફૂલ અને બે ચમચી પાણી નાખી મિશ્રણ તૈયાર કરી ગરમ કરો
  5. આ મિશ્રણને તૈયાર કરેલા ઢોકળા ના આથા માં નાખો
  6. હવે સ્ટીમર ગરમ મૂકો
  7. હવે સ્ટીમરની થાળીને ગ્રીસિંગ કરીને તેમાં મિશ્રણ નાખો અને સ્ટીમરમાં પાંચથી દસ મિનિટ માટે મૂકો
  8. આ રીતે ખાટા ઢોકળા તૈયાર છે તેને લસણની ચટણી સાથે સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર