Photo of Pithdo by Anjali Kataria at BetterButter
733
7
0.0(0)
0

પીઠડો

Oct-20-2018
Anjali Kataria
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પીઠડો રેસીપી વિશે

પીઠડો ચણા ના લોટ માંથી બનતી વાનગી છે. આ વાનગી મે મારા દાદીમાં પાસે થી શીખી છે. પીઠડો ખાટી છાસ માંથી બનતો હોવા થી ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ એક સરળ રેસીપી છે અને જલ્દી થી બની પણ જાય છે. મારા દાદી એ શીખવાડેલી આ વાનગી મારી સૌથી પ્રિય વાનગી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • ભારે
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • શેકેલું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. અ) પીઠડા ના મિશ્રણ માટે
  2. ૨ કપ ચણાનો લોટ
  3. ૧.૫ કપ ખાટી છાસ
  4. ૧ મોટી ચમચી આદુ મરચા ની પેસ્ટ
  5. ૧/૪ નાની ચમચી હળદર
  6. ૧/૨ નાની ચમચી ધાણજીરૂ પાઉડર
  7. ૧/૨ નાની ચમચી લાલ મરચુ પાઉડર
  8. મીઠું સ્વાદાનુસાર
  9. બ) વઘાર માટે
  10. ૨ મોટી ચમચી તેલ
  11. ૧/૨ નાની ચમચી રાઈ ના દાણા
  12. ચપટી હિંગ
  13. ૬-૭ લીમડા ના પાન
  14. ૨ લાલ સુકા મરચા

સૂચનાઓ

  1. એક બાઉલ લો.
  2. તેમાં છાસ નાખો.
  3. હળદર, ધાણાજીરું, લાલ મરચું પાઉડર અને મીઠું નાખો.
  4. બરાબર મિક્સ કરી લો.
  5. હવે તેમાં ધીરે ધીરે ચણા નો લોટ ઉમેરો.
  6. બરાબર મિક્સ કરી લો.
  7. ધ્યાન રાખો તેમાં ગાઠા ન રહે.
  8. પીઠડા નું મિશ્રણ બહુ ઘાટું કે બહુ પાતળું ના હોવું જોઈએ.
  9. માપસર મિશ્રણ તૈયાર કરો.
  10. હવે તેમાં આદું મરચાં ની પેસ્ટ નાખી બરાબર મિક્સ કરી લો.
  11. મિશ્રણ ને એક તરફ મૂકો.
  12. હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો.
  13. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ના દાણા નાખો.
  14. રાઈ ના દાણા ફૂટે પછી તેમાં હિંગ, લીમડા ના પાન અને સૂકા લાલ મરચા ઉમેરો.
  15. લાલ મરચા નો કલર બદલે ત્યાં સુધી સાંતળો.
  16. હવે એક હાથે ધીરે ધીરે મિશ્રણ નાખો અને એક હાથ થી હલાવતા રહો.
  17. જરૂર પડે તો બીજા ની મદદ લો.
  18. ધ્યાન રાખો ગેસ નો તાપ મીડિયમ હોવો જરુરી છે.
  19. મિશ્રણ ને સતત હલાવતા રહો.
  20. જેથી મિશ્રણ કડાઈ માં નીચે ચોંટી ન જાય.
  21. ૫-૭ મિનિટ સુધી હલાવ્યા પછી મિશ્રણ ઘાટું થવા લાગશે.
  22. ૨-૩ મિનિટ હળવ્યા પછી મિશ્રણ કડાઈ માં ચોંટતું બંધ થઈ જશે અને છૂટું પડી જશે.
  23. ત્યારે સમજી જવું કે પીથડો તૈયાર થઈ ગયો છે.
  24. પીરસવા ના વાસણ મા પીઠડો કાઢી લો અને ગરમા ગરમ સર્વ કરો.
  25. ગરમા ગરમ પીઠડો પીરસવા માટે તૈયાર છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર