હોમ પેજ / રેસિપી / માંડવી પાક

Photo of Peanut barfi by Devi Amlani at BetterButter
736
5
0.0(0)
0

માંડવી પાક

Oct-21-2018
Devi Amlani
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

માંડવી પાક રેસીપી વિશે

આ માંડવી પાક મેં સીંગદાણા માંથી બનાવેલો છે જે ખૂબ જ જલ્દી બની જાય છે અને ટેસ્ટી પણ હોય છે આ આઈટમ અમારા ઘરમાં વર્ષોથી બનાવાય છે આજે પણ મને યાદ છે જ્યારે હુ નાની હતી ત્યારે મારા નાની આ માંડવીપાક ખૂબ જ બનાવતા અને લંચ બોક્સ મા પણ લઈ જતી હતી

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ગુજરાત
  • સાથે ની સામગ્રી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 2 કપ સીંગદાણા
  2. 1 કપ ખાંડ
  3. 2 ચમચી ધી
  4. જરૂર પ્રમાણે પાણી

સૂચનાઓ

  1. સૌ પ્રથમ સીંગદાણાને શેકી લો
  2. હવે તરત જ તેના ઉપરથી છાલ દૂર કરો
  3. હવે સિંગદાણા ને મિક્સરમાં પીસી લો
  4. સીંગદાણાના ભૂકાને થોડો કર કરો પીસવુ પાવડર થવા ન દેવો અને એક સાઈડ રાખો
  5. હવે એક બીજા પેનમાં ખાંડ લો અને તેમાં ડૂબે તેટલું પાણી નાખો અને સતત હલાવ્યા રાખો
  6. એક તારની ચાસણી થાય એટલે તેમાં સીંગદાણાનો ભૂકો નાખો અને જરૂર મુજબ થોડો-થોડો નાખીને હલાવતા રહેવું
  7. હવે જ્યારે મિશ્રણ એકદમ ઘટ્ટ થાય ત્યારે ઉમેરીને ગેસ બંધ કરી દેવો
  8. હવે એક થાળીમાં ઘી ગ્રીસીંગ કરીને તૈયાર કરેલું મિશ્રણ પાથરો
  9. થોડું ઠંડુ થાય એટલે એકસરખા કટકા કરીને ડબામાં ભરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર