હોમ પેજ / રેસિપી / અડદ ની દાળ

Photo of Udad dal by Shraddha Patel at BetterButter
546
5
0.0(0)
0

અડદ ની દાળ

Oct-21-2018
Shraddha Patel
5 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

અડદ ની દાળ રેસીપી વિશે

અડદ ની દાળ એક પ્રખ્યાત વાનગી છે. જેને સામાન્ય રીતે બાજરા ના રોટલા અને ડુંગળી સાથે પીરસવા મા આવે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ગુજરાત
  • મૂળભૂત વાનગીઓ

સામગ્રી સર્વિંગ: 4

  1. 2 કપ અડદ ની દાળ
  2. જરૂર મુજબ પાણી
  3. સ્વાદ પ્રમાણે મીઠું
  4. એક ચમચી તેલ
  5. એક ચમચી હળદર
  6. 1/2 ચમચી હિંગ
  7. ત્રણ ચમચી ઘી
  8. એક નંગ બારીક સમારેલી ડુંગળી
  9. એક નંગ બારીક સમારેલુ ટામેટું
  10. એક ચમચી લસણ ની ચટણી
  11. 4-5 મીઠા લીમડા ના પાન
  12. 3-4 ચમચી બારીક સમારેલી કોથમીર
  13. 1/4 ચમચી જીરું

સૂચનાઓ

  1. સૌ પ્રથમ અડદ ની દાળ ધોઈ ને કુકર મા નાખી તેમાં પાણી, મીઠું, 1/2 ચમચી હળદર, ચપટી હિંગ અને તેલ ઉમેરી રાંધી લો.
  2. અડદ ની દાળ ચઢી જાય પછી એક વઘારીયા મા ઘી લો.
  3. ત્યારબાદ આખું જીરું, હિંગ અને મીઠા લીમડા ના પાન નાખો.
  4. ત્યારબાદ ડુંગળી સાંતળો.
  5. હવે ટામેટા નાખી સાંતળો.
  6. ત્યારબાદ લસણ ની ચટણી, ચપટી હળદર અને મીઠું નાખો.
  7. હવે અડદ ની દાળ મા આ વઘાર ઉમેરી, કોથમીર નાખી મિક્સ કરી લો.
  8. દાળ ને રોટલા, માખણ, લસણ ની ચટણી, ડુંગળી સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર