હોમ પેજ / રેસિપી / લીલવાના ઘુઘરા અને કચોરી

Photo of Lilva na ghughra ane kachori by Kavi Nidhida at BetterButter
927
4
0.0(0)
0

લીલવાના ઘુઘરા અને કચોરી

Oct-22-2018
Kavi Nidhida
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લીલવાના ઘુઘરા અને કચોરી રેસીપી વિશે

લીલા તુવેર ના દાણા ના ઘુઘરા અને કચોરી

રેસીપી ટૈગ

  • વેજ
  • તહેવાર
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 1½ કપ તુવરના દાણા
  2. 2 ટેબલ સ્પૂન કોપરું લીલું
  3. 1 ટી સ્પૂન તલ
  4. 2 ટી સ્પૂન શેકેલ શીંગ નો ભુકો
  5. 1 ટી સ્પૂન આદુ મરચાની પેસ્ટ
  6. ½ ટી સ્પૂન ગરમ મસાલો
  7. 1½ ટી સ્પૂન ખાંડ
  8. 1 ટેબલ સ્પૂન લીંબુનો રસ
  9. હળદર, ધાણાજીરું, મીઠું
  10. થોડી કોથમરી
  11. 1 ટેબલ સ્પૂન તેલ
  12. જીરું, હિંગ
  13. પૂરી માટે
  14. 2 કપ મેંદો
  15. 2½ ટેબલ સ્પૂન તેલ મોણ માટે
  16. મીઠું

સૂચનાઓ

  1. તુવેરના દાણા ને મિક્સીમાં ક્રશ કરી લો
  2. એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં જીરું અને હિંગ નાખો
  3. પછી તુવેરના ક્રશ કરેલા દાણા અને બધી જ વસ્તુ નાખી એકદમ મિક્સ કરી 3 મિનિટ રેહવા દો, પુરણ તૈયાર.
  4. એક વાસણમાં મેંદો, મીઠું અને મોણ મિક્સ કરી, પાણી થી કઠણ લોટ બાંધી લો
  5. નાનો લુવો લઈ પુરી વણી, વચ્ચે પુરણ મૂકી બધી બાજુ થી દબાવી, ઘુઘરાની કાંગરી વાળી લો
  6. અમુક કચોરી પણ બનાવો
  7. ગરમ તેલ માં ધીમી આંચ પર તળી લો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર