હોમ પેજ / રેસિપી / મેથી પાક

Photo of Methi paak by Kamal Thakkar at BetterButter
789
5
0.0(0)
0

મેથી પાક

Oct-22-2018
Kamal Thakkar
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેથી પાક રેસીપી વિશે

આજકાલ કોઈને મેથી પાક ખાવો ગમતો નથી પણ મેથી બૌ ગુણકારી હોય છે અને શિયાળા માં મેથી પાક બનાવો ને ખાવો આ વર્ષો થી ચાલતી મારા ઘર ની પરંપરા છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ગુજરાત
  • સાંતળવું
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 10

  1. ઘઉં નો જાડો લોટ ૨૦૦ ગ્રામ
  2. મેથી દાણા ૧૦૦ ગ્રામ
  3. ગોળ ૨૫૦ ગ્રામ
  4. ઘી ૩૦૦ ગ્રામ
  5. સૂંઠ ૧ મોટી ચમચી
  6. પીપ્રામુળ ના ગંઠોડા ૧ મોટી ચમચી
  7. એલચી પાવડર ૧ નેની ચમચી
  8. સુક્કું નારિયળ(છીણ) ૧/૪ કપ
  9. ખસખસ ૧/૨ મોટી ચમચી
  10. સૂકા મેવા ૧/૪ કપ
  11. ગુંદર ૧ મોટી ચમચી

સૂચનાઓ

  1. મેથી દાણા ને મિક્સર માં પીસી લો.
  2. સૂકા મેવા ખાંડી લો.
  3. જાડા તળિયા ના લોયા માં ઘી ગરમ કરો અને ઘઉં નો લોટ ઉમેરો.
  4. ધીમા તાપે ત્યાં સુધી હલાવો જ્યાં સુધી લોટ નો રંગ થોડો લાલ થઈ જાય .
  5. હવે આમાં અધકચરો ખંડેલો ગુંદર અને કોપરા નું છીણ ઉમેરો.ગુંદર નાખશો એટલે તતડશે અને ફૂલી જશે.
  6. બધા મસાલા અને સૂકા મેવા ઉમેરો.
  7. બે મિનિટ સાંતળો અને ગેસ બંદ કરી દો.
  8. હવે મેથી નો પાવડર ઉમેરો.
  9. સરખું ભેળવી દો અને પછી ગોળ ઉમેરો.
  10. ધીરે ધીરે બધું સરસ હલાવીને ભેગું કરો.લોયું ગરમ હશે એટલે ગોડ ઓગળી જશે અને બધું એકરસ થઈ જશે.
  11. આ મિશ્રણ ને થાળી માં ઢાળી દો.
  12. થોડું ઠંડુ થાય એટલે ચોસલા પાડો.એકદમ ઠંડુ થાય જાય એટલે ટુકડા કરીને ડબ્બા માં ભરી દો.
  13. રોજ દૂધ સાથે એક ટુકડો ખાવ અને કમર કે પગ ના દુખાવા થી દૂર રહો.:blush:

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર