હોમ પેજ / રેસિપી / સેવ તુરીયા

Photo of Sev turiya by Shraddha Patel at BetterButter
1010
3
0.0(0)
0

સેવ તુરીયા

Oct-22-2018
Shraddha Patel
2 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સેવ તુરીયા રેસીપી વિશે

સેવ તુરીયા એક પ્રાચીન શાક છે જે ભાખરી કે રોટલા સાથે પીરસવા મા આવે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • મૂળભૂત વાનગીઓ

સામગ્રી સર્વિંગ: 3

  1. 500 ગ્રામ તુરીયા
  2. ત્રણ ચમચી તેલ
  3. 1/2 ચમચી રાઈ
  4. 1/2 ચમચી જીરું
  5. ચપટી હિંગ
  6. સ્વાદ પ્રમાણે મીઠું
  7. 2 ચમચી લાલ મરચું પાવડર
  8. 1/2 ચમચી હળદર
  9. 1 ચમચી ધાણાજીરું પાવડર
  10. 1/2 ચમચી લસણ ની પેસ્ટ
  11. 1/4 કપ સેવ
  12. જરૂર મુજબ પાણી

સૂચનાઓ

  1. સૌ પ્રથમ તુરીયા ને છોલી ને ધોઈ લો. ત્યારબાદ ચોરસ કટકા મા કાપી લો.
  2. હવે એક કઢાઈ મા તેલ ગરમ કરો.
  3. રાઈ, જીરું તતડાવો અને હિંગ નાખો.
  4. હવે લસણ ની પેસ્ટ સાંતળો.
  5. ત્યારબાદ તુરીયા ના કટકા નાખો.
  6. હવે મીઠું, લાલ મરચું પાવડર, હળદર અને ધાણાજીરું પાવડર નાખી મિક્સ કરો.
  7. હવે થોડું પાણી ઉમેરી ને ઢાંકી ને રાંધો.
  8. તુરીયા ચઢી જાય પછી સેવ નાખી રોટલા કે ભાખરી સાથે પીરસો. તો તૈયાર છે સેવ તુરીયા.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર