હોમ પેજ / રેસિપી / મકાઈ વડા

Photo of Makai Vada by Rani Soni at BetterButter
700
3
0.0(0)
0

મકાઈ વડા

Oct-22-2018
Rani Soni
240 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મકાઈ વડા રેસીપી વિશે

ગરમ ગરમ ચા સાથે મકાઈ વડા નો સ્વાદ જ અલગ છે.આ વડા મકાઈના લોટ માંથી બનાવવા માં આવે છે. મકાઈના લોટ માંથી ઘણી બધી ડીશઝ બનાવી શકો છો, પણ મકાઈ વડાનો સ્વાદ અલગ જ છે. આ વડા બનાવવા માં ખૂબ સરળ છે.આ રેસીપી ગુજરાત માં લગભગ બધા ના ઘરે બનતી જ હશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 કપ મકાઈ નો લોટ
  2. 1 ચમચી આદુ,લીલા મરચાં, લસણ પેસ્ટ
  3. 1/2 કપ દહી
  4. 2-3 ચમચી ગોળ
  5. 1/2 ચમચી હળદર
  6. 1 ચમચી લાલ મરચું પાવડર
  7. 1 ચમચી તલ
  8. 1/4 ચમચી અજમો
  9. ચપટી બેકિંગ સોડા
  10. સ્વાદમુજબ મીઠું
  11. તેલ તળવા

સૂચનાઓ

  1. દહીં માં ગોળ નાંખી મિકસ કરો જયાં સુધી ગોળ આેગળી જાય
  2. અેક મોટા બાઉલમાં, મકાઈ નો લોટ,આદુ-લીલા મરચું, લસણ પેસ્ટ ,લાલ મરચું પાવડર,હળદર ,તલ,અજમો,મીઠું ,સોડા નાંખો
  3. સારી રીતે મિકસ કરો
  4. હવે સોફ્ટ કણક બાંધવા દહીં ગોળ નું મિકસર વાપરો
  5. 4 કલાક માટે મૂકી રાખો
  6. હવે 12 લીંબુના કદના બોલ્સમાં કણકને વિભાજીત કરો
  7. હાથની હથેળી પર આંગળીઓનો ઉપયોગ કરીને વડા તૈયાર કરો
  8. કઢાઈમાં તેલ ગરમ કરો
  9. વડા ને મધ્યમ તાપ પર તળી લો સોનેરી રંગ થાય ત્ત્યાં સુધી
  10. એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર