હોમ પેજ / રેસિપી / કારેલા ની છાલ ના મુઠીયા

Photo of Bitter gourd 's peal's muthiya by Mumma's kitchen at BetterButter
544
5
0.0(0)
0

કારેલા ની છાલ ના મુઠીયા

Oct-22-2018
Mumma's kitchen
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કારેલા ની છાલ ના મુઠીયા રેસીપી વિશે

આ મુઠીયા મારા નાનીમા બનાવતા હતા, કહેવાય છે કે કરકસર આપડો બીજો ભાઈ છે, પહેલા ના જમાના મા ગૃહિણીઓ પોતાની આવડત વડે ઘર ચલાવવા માટે ઘણી કરકસર કરતી, સાથે સાથે પોતાના પરિવારને સ્વસ્થ અને હેલ્ધી રાખવા ના પણ પ્રયાસ કરતી, એ જમાના મા પીઝા પાસતા નહોતા કે ન હતા ફેન્સી ફુડ, એટલે ઉપલબ્ધ સામગ્રી માથી જ કાઈ સ્વાદિષ્ટ અને હેલ્ધી બનવતા, બાળકો ને કારેલા નુ શાક ભાવે જ નહી, પરંતુ મારા નાની અને મારી મમી જયારે પણ કારેલા નુ શાક બનાવે ત્યારે તેની છાલ ને ફેંકી ન દેતા તેનો ઉપયોગ કરીને સ્વાદિષ્ટ મુઠીયા બનાવતા, અને અમે કારેલા કડવા શાક ને બાજુ પર રાખીને ને મુઠીયા ને પ્રેમ થી ખાઈ જતા, તો આ છે કરકસર નો એક ઉપાય, કે શાક ની છાલ ઉતારી ને તેને ફેકવા કરતા તેનો ઉપયોગ કરો અને તેમાથી પણ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવો.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • બાફવું
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 કપ કારેલા ની છાલ બારિક સમારેલી
  2. 2.5 કપ ઘઉંનો જાડો લોટ
  3. 1 ટીસ્પૂન હળદર 1 ટેબલસ્પૂન લાલ મરચુ
  4. 2 ટેબલસ્પૂન ખાંડ
  5. સ્વાદ અનુસાર મીઠું
  6. 3-4 ટેબલસ્પૂન તેલ
  7. 1 ટેબલસ્પૂન આદુ લસણ લીલા મરચાં ની પેસ્ટ
  8. વઘાર કરવા ની સામગ્રી
  9. 2-3 ટેબલસ્પૂન તેલ
  10. 1 ટીસ્પૂન જીરૂ તથા રાઇ
  11. 1 ટેબલસ્પૂન તલ
  12. 10-12 લીમડાના પાન
  13. બારિક સમારેલી કોથમીર

સૂચનાઓ

  1. 1 સૌપ્રથમ કારેલા ની છાલ ને બારીક સમારી લો અને તેને એક નાની ચમચી મીઠું નાખીને તેને બરાબર મિક્સ કરી લો અને તેમા થી નીચોવી તેનુ પાણી નિતારી લો
  2. 2- ત્યાર બાદ એક બાઉલમાં મા લોટ લઇ લો.
  3. 3- તેમા કારેલા ની છાલ ઉમેરો.
  4. ઉપર જણાવ્યા મુજબ ના મસાલા ઉમેરો.
  5. 4-હવે તેમા તેલ ઉમેરી ને મિકસ કરી લો અને તેમા જરૂર મુજબ પાણી ઉમેરીને તેનો મીડિયમ ઢીલો લોટ બાંધી લો.
  6. 5-ત્યાર બાદ હાથ મા થોડુ તેલ લગાવીને ને ને તૈયાર કરેલા લોટ માથી એક સરખા લુઆ તૈયાર કરી તેના લાંબા રોલ કરી લો.
  7. 6-ત્યાર બાદ ઢોકળીયા મા જાળી પર થોડુ તેલ લગાવીને ને તૈયાર કરેલા રોલ ગોઠવી દો.
  8. 7-હવે તેને ઢાંકણ ઢાંકી ને 15 મીનીટ માટે બાફવા, ઠંડા પડે એટલે તેના પીસ કરી લો.
  9. 8-એક કડાઈમાં માં તેલ ગરમ કરવા મૂકો
  10. 9-તેમા રાઈ જીરું અને તલ નાખી તેમા મીઠા લીમડાના પાન નાખી મુઠીયા વઘારી લો અને તેને 2-3 મિનિટ માટે સાંતળી લો
  11. તૈયાર છે ગરમા ગરમ કારેલા ની છાલ ના મુઠીયા તેને લીલી ચટણી સાથે ગરમાગરમ પીરસી દો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર