હોમ પેજ / રેસિપી / કાજુ મૈસુપ

Photo of Cashew Maisup by Anjali Kataria at BetterButter
452
8
0.0(0)
0

કાજુ મૈસુપ

Oct-23-2018
Anjali Kataria
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
8 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કાજુ મૈસુપ રેસીપી વિશે

કાજુ મૈસૂપ એ ગુજરાતી મીઠાઈ છે. આ મારા મમ્મી ની પ્રિય વાનગી છે. સામાન્ય રીતે મૈસુપ ચણા ના લોટ માંથી બનાવવા માં આવે છે. પરંતું મે કાજુ માંથી બનાવ્યો છે. આ વાનગી મે મારા દાદી માં પાસે થી શીખી છે. તહેવારો ના દિવસો માં બનાવી શકાય તેવી રેસિપી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • ભારે
  • તહેવાર
  • ગુજરાત
  • શેકેલું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 8

  1. ૩ કપ ગાય નું ઘી
  2. ૧ કપ કાજુ નો પાઉડર
  3. ૧/૨ કપ ખાંડ
  4. પાણી જરૂરિયત મુજબ

સૂચનાઓ

  1. એક કડાઈ લો.
  2. તેને ગેસ પર મૂકો.
  3. ગેસ નો તાપ ધીમો રાખો.
  4. તેમાં ખાંડ ઉમેરો.
  5. ખાંડ કવર થાય એટલું પાણી નાખો. (૧/૪ કપ)
  6. ખાંડ ને ધીમા તાપે ઓગળવા દો.
  7. એક દિશા મા ખાંડ ને હલાવો.
  8. ખાંડ ઓગળી જાય એટલે તેમાં કાજુ નો પાવડર નાખો.
  9. ખાંડ ની ચાસણી અને કાજુ ના પાઉડર ને બરાબર મિક્સ કરી લો.
  10. ૨ મિનિટ સુધી પાકવા દો.
  11. ત્યારબાદ તેમાં થોડું ઘી ઉમેરો. (૨ ચમચી)
  12. અને હલાવતા રહો.
  13. ફરીથી થોડું ઘી ઉમેરો અને મિશ્રણ ને બરાબર મિક્સ કરી લો.
  14. આ પ્રકારે થોડું થોડું ઘી ઉમેરી ને હલાવો.
  15. ધ્યાન રાખો તેમાં ગઠ્ઠા ન પડે.
  16. મૈસૂપ ને ચડવા દો.
  17. જ્યારે મિશ્રણ માંથી ફૂલ (બબલસ) નીકળવા નું શરુ થાય અને મિશ્રણ ફલફી બની જાય ત્યારે ગેસ બંધ કરી દો.
  18. એક સ્ટીલ ની થાળી લો અને તેમાં ઘી લગાવી લો.
  19. હવે મિશ્રણ ને થાળી મા નાખો.
  20. હાથ અથવા તો વાડકી વડે મિશ્રણ ને થાળી મા ફેલાવી લો.
  21. થોડું ઠંડું થાય એટલે તેમાં ચોરસ કાપા પાડી લો.
  22. હવે મૈસુપ પાક ને પૂરેપૂરું ઠંડુ પડવા દો.
  23. ત્યાર બાદ તેને એર ટાઇટ ડબ્બા માં સ્ટોર કરો.
  24. કાજુ નો મૈસુપ પાક પીરસવા માટે તૈયાર છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર