ભરેલા મરચા | Stuffed Green Chilli Recipe in Gujarati

ના દ્વારા Shruti Hinsu Chaniyara  |  23rd Oct 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Stuffed Green Chilli by Shruti Hinsu Chaniyara at BetterButter
ભરેલા મરચાby Shruti Hinsu Chaniyara
 • તૈયારીનો સમય

  15

  મીની
 • બનાવવાનો સમય

  7

  મીની
 • પીરસવું

  1

  લોકો

14

0

ભરેલા મરચા

ભરેલા મરચા Ingredients to make ( Ingredients to make Stuffed Green Chilli Recipe in Gujarati )

 • ૧ વાટકી બેસન
 • ૪ લીલા મરચા
 • ૧ ચમચી લીંબૂનો રસ
 • ૨ ચમચી સિંગદાણા નો ભુકો
 • ૧ ચમચી તલ
 • ૧/૨ ચમચી હળદર
 • ૧ ચમચી ધાણાજીરૂ
 • મીઠું સ્વાદ અનુસાર
 • ૧ ચમચી નાળિયેરનું ખમણ
 • ૧ ચમચી મરચું પાવડર
 • ચપટી ખાંડ
 • તેલ

How to make ભરેલા મરચા

 1. સર્વ પ્રથમ ૧ પ્લેટ મા બેસન લો તેમાં ૧ ચમચી તેલ અને ચપટી હળદર નાખી બરાબર મિક્સ કરો.
 2. હવે ૧ પેન મા બેસન લઈ ધીમાં તાપે શેકો. લોટ શેકાવા આવશે એટલે સુગંધ આવશે. પછી પ્લેટ મા નાખી થોડી વાર ઠંડુ થવા દેવું
 3. મરચામાં ૧ ઊભો ચિરો કરી અંદર થી બી કાઢી લેવા.
 4. હવે બેસન મા બધા મસાલા ઉમેરીને બરાબર મિક્ષ કરો. ૨ ચમચી તેલ ઉમેરી ને મીક્ષ કરો.
 5. આ મીશ્રણ ને મરચામાં ભરીલો.
 6. હવે ૩ ચમચી તેલ ગરમ મૂકીને તેમાં રાઈ અને જીરું નાખી ભરેલા મરચા નાખી થોડી વાર ચડવા દો.
 7. વધારાનો લોટ ઉમેરો 2 મિનિટ પછી ગેસ બંધ કરી દો.

My Tip:

આ બેસન ને સ્ટોર કરી શકાય છે. કોઈ અચાનક જમવા આવી જાઈ અથવા જે લોકોના ઘરમા મરચા ના શોખીન હોઈ તેને આ ઝડપી વાનગી જરૂર ગમશે.

Reviews for Stuffed Green Chilli Recipe in Gujarati (0)