હોમ પેજ / રેસિપી / લીલવા કચોરી

Photo of Lilva Kachori by Rani Soni at BetterButter
908
3
0.0(0)
0

લીલવા કચોરી

Oct-23-2018
Rani Soni
25 મિનિટ
તૈયારી નો સમય
45 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લીલવા કચોરી રેસીપી વિશે

લીલવા કચોરી પરંપરાગત કચોરી છે .જે મારી દાદી બહુ સરસ બનાવતા .આ કચોરી તાજા લીલવા ને સાંતળી મસાલા નાંખી સ્ટફિંગ તૈયાર કરી કચોરી બનાવવા માં આવે છે.જે આકર્ષક નાસ્તો છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • ગુજરાત
  • તળવું
  • સાંતળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ લીલી તુવેરના દાણા
  2. ચપટી હીંગ
  3. 1/4 નાની ચમચી જીરૂ
  4. 2 ચમચી કાજુ કિશમીશ
  5. 1 ચમચી કોથમીર
  6. 1 ઇંચ આદુની પેસ્ટ
  7. 2 લીલા મરચાં
  8. 1/4 ચમચી હળદર
  9. 1 ચમચી તલ
  10. 1 ચમચી લીંબુનો રસ
  11. 1 ખાંડ
  12. 2 ચમચી તેલ
  13. મીઠું સ્વાદ પ્રમાણે
  14. તેલ તળવા
  15. લોટ માટે :
  16. 1 કપ મેંદો
  17. 2 ટેબલસ્પૂન તેલ
  18. મીઠું જરુરમુજબ

સૂચનાઓ

  1. એક ઊંડા વાસણમાં મેંદો લઈ તેમાં મીઠું, તેલ,જરૂર પ્રમાણે પાણી નાખી
  2. રોટલીના લોટથી સહેજ ઢીલો લોટ બાંધી લો અને થોડીવાર તેને ઢાંકીને રાખો.
  3. તુવેરના દાણાને અને લીલા મરચાં ને મિક્સર કે ચીલી કટરમાં ક્રશ કરી લો
  4. અેક ફ્રાઈંગપેનમાં તેલ મૂકી તેમાં હીંગનો વઘાર કરીને જીરુ નાંખો
  5. આદુ પેસ્ટ નાખી હળદર નાંખો
  6. હવે ક્રશ કરેલા તુવેરના દાણા નાખી 5-7 મિનીટ સાંતળો
  7. હવે તેમાં ખાંડ, મીઠું અને લીંબુનો રસ,ગરમ મસાલો ,તલ,કાજુ કિશમીશ ઉમેરી મિક્સ કરો
  8. હવે 2 મિનિટ આ મિશ્રણને સતત હલાવતા રહો.કોથમીર નાંખો
  9. હવે ગેસ પરથી ઉતારી લો
  10. ઠંડું થાય પછી એના નાના ગોળા બનાવી લો
  11. લોટ માંથી મિડીયમ નાની પૂરીઓ વણી અને તુવેરના મિશ્રણના બનાવેલા ગોળાને મૂકીને કચોરી વાળી લો
  12. ગરમ તેલમાં મૂકીને તળી લો
  13. ખજૂર આંબલી ની ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર