Photo of Ladoo by Bharti Khatri at BetterButter
563
7
0.0(0)
0

લાડવા

Oct-23-2018
Bharti Khatri
5 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લાડવા રેસીપી વિશે

લાડવા એ પારંપરિક વાનગી છે. તે ગણેશ મહોત્સવ દરમિયાન બનાવવા નું મહત્વ છે. લાડવા ઘઉંના કકરા લોટ માંથી બનાવાય છે અને તેમા ઘી, ગોળ, સૂકા મેવા મિક્સ કરીને ગણપતિ બાપા ને લાડવા બનાવી પ્રસાદ મા ધરાવવા મા આવે છે અને આપણે ત્યાં મહેમાન આવે ત્યારે પણ આપણેબનાવી શકીએ છીએ.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ગુજરાત
  • પીસવું
  • તળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. ૫૦૦ ગ્રામ ઘઉંનો કકરો લોટ
  2. ૫૦૦ ગ્રામ ઘી
  3. ૨૫૦ ગ્રામ ગોળ
  4. ૨ ચમચી ઇલાયચી પાઉડર
  5. ૫૦ ગ્રામ કાજુ
  6. ૫૦ ગ્રામ બદામ
  7. ૧ કાચલી સૂકુ કોપરુ
  8. ૧ ચમચો સૂકી દ્રાક્ષ
  9. ૧ ચમચો ખસખસ
  10. મોયણ માટે તેલ

સૂચનાઓ

  1. ઘઉંના લોટ મા મુઠી પડે તેવુ તેલ નું મોણ નાખી હુંફાળા પાણી થી લોટ બાંધી મુઠીયા વાળવા.
  2. હવે કડાઈ મા ઘી ગરમ કરી તેમા વાળેલ મુઠીયા ધીમા તાપે તળવા.
  3. મુઠીયા બદામી રંગના થાય ત્યા સુધી તળવા અને ખાયણી મા ખાંડી લેવા અને ચુરમો તૈયાર કરવો.
  4. હવે ખાંડેલ ચુરમા ને ચાળણી થી ચારી લેવું.
  5. હવે કડાઈ મા ઘી ગરમ કરી ગોળ ને ઝીણો કાપી ઘી મા મિક્સ કરવો.
  6. હવે ઘી મા ગોળ ઓગળીને બરાબર મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરવો.
  7. હવે ચુરમા વાળા પરાત મા ઝીણા કાપેલ કાજુ, બદામ, સૂકી દ્રાક્ષ, ઈલાયચી પાઉડર અને જ્યારે ઘી ગરમ કરીએ મુઠીયા તળવા ત્યારે સૂકા કોપરાના નાના કટકા કરીને મુઠીયા તળતા પહેલા તળી ને બાજુ પર રાખવા.
  8. હવે તેમા ઘી ગોળ વાળુ મિશ્રણ કરી ચુરમા મા રેડી ને બરાબર મિક્સ કરવું.
  9. હવે હાથ વડે આ રીતે બધા લાડવા બનાવી લેવા અને ખસખસ મા રગડોળી બરાબર લગાડી લેવી.
  10. હવે લાડવા પર બદામ મૂકી સજાવી પ્રસાદ મા ધરાવવા..

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર