હોમ પેજ / રેસિપી / ભરેલા રવૈયા

Photo of Bharela Raviya by Dipika Ranapara at BetterButter
579
4
0.0(0)
0

ભરેલા રવૈયા

Oct-23-2018
Dipika Ranapara
30 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ભરેલા રવૈયા રેસીપી વિશે

ભરેલા રવૈયા એ ખૂબજ સ્વાદિષ્ટ વાનગી છે. આ રવૈયા ભરવા નો મસાલો ખૂબજ સ્વાદિષ્ટ છે જે મારા મમ્મી એ મને અને એને મારા નાની એ શીખવ્યું છે. તો ચાલો આ સ્વાદિષ્ટ રવૈયા ની રીત જોઈ લઇએ.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • બાફવું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 6

  1. ભરવા માટે મસાલો નો મસાલો:
  2. 1 કપ ચણાનો લોટ
  3. 1/4 કપ તેલ મોણ માટે
  4. 1/2 કપ ધાણાજીરુ
  5. 2 ટેબલ સ્પૂન વાટેલા સીંગદાણા
  6. 1ટી સ્પૂન વાટેલા આદૂ મરચા લસણ
  7. 1ટેબલ સ્પૂન ગોળ નો ભૂકો
  8. 1 ટી સ્પૂન લાલ મરચું
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. 1/2 ટી સ્પૂન હળદર
  11. શાક માટે ની સામગ્રી:
  12. 8-10 નાના (રવૈયા) રીંગણ
  13. 4-5 નાની બટાકી
  14. 3 ટેબલ સ્પૂન તેલ
  15. 1ટી સ્પૂન વાટેલા આદૂ મરચા લસણ
  16. 1ટી સ્પૂન રાઇ
  17. ચપટી હિંગ
  18. મીઠું સ્વાદ અનુસાર
  19. 1ટી સ્પૂન લાલ મરચું
  20. 1/2 ટી સ્પૂન હળદર
  21. 1ટી સ્પૂન ધાણાજીરુ
  22. 1ગ્લાસ પાણી

સૂચનાઓ

  1. ભરવા માટે મસાલા ની રીત:
  2. એક કડાઈ માં ચણાનો લોટ લો અને મોણ નાખી શેકી લો.
  3. સુગંધ આવે એટલે ગેસ બંધ કરી તેમાં ધાણાજીરુ, સીંગદાણા નો ભૂકો, હળદર, મરચું અને, મીઠું, આદૂ મરચા લસણ, ગોળ નો ભૂકો નાખી બરાબર હલાવી લો.
  4. રીત:
  5. રીંગણ ને બરાબર ધોઈ ક્રોસ માં કાપી તેમાં મસાલો ભરવો.
  6. બટાકા ને ધોઈ છાલ ઉતારી ક્રોસ માં કાપી તેમાં મસાલો ભરવો.
  7. હવે, કૂકર માં તેલ ગરમ કરી તેમાં રાઇ નાખો અને હિંગ નાખો ત્યાર બાદ વાટેલા આદૂ મરચા લસણ નાખી સાંતળો .
  8. ભરેલા રીંગણ અને બટાકા નાખી સાંતળો.
  9. લાલ મરચું, હળદર અને ધાણાજીરુ,મીઠું સ્વાદ પ્રમાણે નાખી બરાબર હલાવી લો અને પાણી રેડીને હલાવી લો અને ઢાંકણ બંધ કરી 3 -5 સીટી વાગે ત્યારપછી ગેસ બંધ કરી દો .

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર