હોમ પેજ / રેસિપી / Lasaniya rotla ne ringan no olo

Photo of Lasaniya rotla ne ringan no olo by Kamal Thakkar at BetterButter
3041
15
5.0(0)
0

Lasaniya rotla ne ringan no olo

Oct-23-2018
Kamal Thakkar
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ગુજરાત
  • શેકેલું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. રીંગણ ના ઓળા માટે:
  2. રીંગણ ૨(મધ્યમ)
  3. લીલી ડુંગળી ૧/૨ કપ
  4. લીલું લસણ ૧/૪ કપ
  5. ટામેટા ૧/૨ કપ
  6. લીલું મરચું ૧
  7. મીઠું સ્વાદ પ્રમાણે
  8. હળદર ૧/૨ નાની ચમચી
  9. લાલ મરચું ૧ નાની ચમચી
  10. તેલ ૧ મોટી ચમચી
  11. ધાણા જીરું ૧ મોટી ચમચી
  12. કોથમીર ૨ મોટી ચમચી
  13. લસણીયા રોટલા માટે:
  14. બાજરા નો લોટ ૧ કપ
  15. લીલું લસણ ૧/૪ કપ
  16. આદુ ૧/૨ ઇંચ
  17. મીઠું ૧ નાની ચમચી
  18. ઘી

સૂચનાઓ

  1. પેલા રીંગણ ને ધોઈને લાંબા કાપા પાડી લો.અંદર થી તપાસી લો .
  2. તેલ વાળો હાથ લગાવી રીંગણ ને સીધા ગેસ પર સેકી લો.બધી બાજુ થી ફેરવી ને શેકી લો.
  3. બધી બાજુ થી શેકાઈ જાય એટલે એક તપેલા માં મૂકીને ઢાંકી દો.
  4. ૧૦ મિનિટ પછી રીંગણ ની છાલ કાઢી નાંખો.
  5. લોયા માં તેલ ગરમ મુકો.લીલું લસણ ઉમેરો.
  6. લીલી ડુંગળી ઉમેરો.સેહેજ મીઠું નાખીને હલાવો.
  7. બે મિનિટ પછી સમારેલા ટામેટા ઉમેરો.
  8. ઢાંકીને ચડવા દો.ટામેટા નરમ થાય એટલે હળદર,મીઠું,લાલ મરચું ને ધાણા જીરું નાખો.
  9. સરખું હલવાને મસળેલું રીંગણ નાખો.
  10. હલાવીને બે મિનિટ ચડવા દો.કોથમીર નાખીને ગેસ બંદ કરો.
  11. લસનિયા રોટલા માટે બાજરા નો લોટ,જીનું સમારેલું લસણ,મીઠું એક વાસણ માં લો.લસણ નો સફેદ ભાગ ને આદુ ને થોડું વાટીને નાખો.
  12. પાણી નાખતા જાઓ અને લોટ બાંધી લો.
  13. હાથે થી રોટલો બનાવો અને તાવડી પર બંને બાજુ શેકીને છેલ્લે ગેસ પર નાખીને ફુલાવો.
  14. લસનિયો રોટલો તૈયાર છે.
  15. ઉપર ઘી લગાવો અને જીનું સમારેલું લસણ છાંટો.ગરમાગરમ લસનિયા રોટલા રીંગણ ના ઓળા સાથે પીરસો.સાથે ગોળ ઘી ,લીલા મરચા પણ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર