Photo of Khichu by Purvi Patel at BetterButter
534
3
0.0(0)
0

ખીચુ

Oct-24-2018
Purvi Patel
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ખીચુ રેસીપી વિશે

આજના બાળકો અને યુવાઓ માં ભુલાતી જતી વાનગીઓમાં સરળતાથી બનતું ખીચું પણ આવે. ખીચું ઘઉં, મકાઈ અને ચોખા ના લોટમાંથી બનાવી શકાય.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બીજા
  • ગુજરાત
  • બાફવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. ૨ કપ ઘઉં નો લોટ
  2. ૧/૨ ચમચી ખારો
  3. મીઠુ સ્વાદ મુજબ
  4. ૧ થી ૨ લીલા મરચા ઝીણા સમારેલા
  5. ૧ ચમચી જીરુ
  6. ૪ થી ૫ ચમચી તેલ
  7. ૨ થી ૩ કપ પાણી
  8. ૧ ચમચી અજમો

સૂચનાઓ

  1. પાણીમાં જીરું-અજમો ,મરચા , મીઠુ અને ખારો નાખી થોડીવાર ઉકળવા દેવાનું.
  2. ત્યાર પછી ઘઉં નો લોટ માં ગાંઠ ના પડે તેમ નાખવો. એકદમ હલાવતા રહેવું જેથી લોટ ભળી જાય.
  3. ત્યાર પછી વાસણને ઢાંકી રાખવું જેથી બફાઈ જાય. થોડીવાર પછી ખીચું હાથમાં ચોંટે નહીં ત્યારે ઉતારી લેવું. ઘઉં ના લોટનું ખીચું તૈયાર.
  4. સામાન્ય રીતે કાચું સીંગતેલ, મીઠું અને લાલ મરચાંનો પાઉડર સાથે ખીચું ખવાય. આ ઉપરાંત આથેલા ગુંદા ના મસાલા કે બીજા કોઈ અથાણાં સાથે પણ મજા આવે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર