Photo of Khandvi by Purvi Patel at BetterButter
714
3
0.0(0)
0

Khandvi

Oct-24-2018
Purvi Patel
5 મિનિટ
તૈયારી નો સમય
40 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ગુજરાત
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1.  સો ગ્રામ ચણાનો લોટ
  2. સો ગ્રામ દહીં
  3. અડધી ચમચી હળદર
  4. ત્રણ ચમચી આદુ-મરચાની પેસ્ટ
  5. બે ચમચી લીંબુનો રસ
  6. દસથી બાર લીમડાના પાન
  7. ૧ વાટકો ઝીણી સમારેલી ધાણાભાજી
  8. એક ચમચી રાઈ
  9. જરૂર મુજબનું તેલ
  10. સ્વાદ અનુસાર મીઠું

સૂચનાઓ

  1.  સૌ પ્રથમ એક વાસણ ની અંદર ચણાનો લોટ, હળદર, આદુ મરચાની પેસ્ટ, લીંબુનો રસ અને દહીં ઉમેરી તેને બરાબર હલાવી લો.
  2.  ત્યારબાદ આ મિશ્રણને અંદાજે ૨૦ મિનિટ સુધી રાખી મૂકો. જેથી કરીને તેની અંદર બધી જ વસ્તુઓનો સ્વાદ એકબીજા સાથે ભળી જાય, અને ત્યારબાદ આ મિશ્રણને કડાઈ ની અંદર ઉમેરી તેને ધીમી આંચ પર પાકવા માટે રાખી દો.
  3.  જ્યારે આ મિશ્રણ બરાબર પાકી જાય ત્યારબાદ તે મિશ્રણને એક પ્લેટમાં કાઢી લઈ તેના ઉપર તેલ લગાવી અને તેણે આખી પ્લેટમાં બરાબર ફેલાવી દો અને તેને ઠંડુ થવા માટે રાખી દો.
  4.  જ્યારે આ મિશ્રણ એકદમ ઠંડુ થઈ જાય ત્યારબાદ તેના લાંબા ચીરા કરી લો, અને એક ચાકુની મદદથી અથવા તો  કાવિઠા ની મદદથી તેના ગોળ રોલ બનાવી લો.
  5. હવે એક વાસણની અંદર તેલ ગરમ કરવા માટે મૂકો અને તેની અંદર લીમડાનાં પાન અને રાઈ નો વઘાર કરો. ત્યારબાદ તેમાં આપણે બનાવેલા આ રોલને ઉપરથી ધાણા ભાજી ઉમેરી પાકવા દો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર