હોમ પેજ / રેસિપી / ઉંધીયું

Photo of Undhiyu by Kavi Nidhida at BetterButter
541
2
0.0(0)
0

ઉંધીયું

Oct-24-2018
Kavi Nidhida
30 મિનિટ
તૈયારી નો સમય
35 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઉંધીયું રેસીપી વિશે

ઉંધીયું

રેસીપી ટૈગ

  • વેજ
  • તહેવાર
  • ગુજરાત
  • બાફવું
  • સાંતળવું
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 6

  1. 250ગ્રામ નાના રીંગણા,
  2. 300 ગ્રામ સુરતી પાપડી,
  3. 200 ગ્રામ કંદ (રતાળુ)
  4. 150 ગ્રામ શક્કરિયા
  5. 4 મોટા બટેટા
  6. 1 મોટું કાચું કેળું
  7. 2 સરગવાની શીંગ
  8. 1 પણી મેથી ની ભાજી
  9. 1 નાની પણી લીલું લસણ
  10. મસાલા માટે
  11. 1 કપ કોથમરી બારીક સમારેલી
  12. થોડા લીમડાના પાન
  13. જીણું સમારેલું લીલું લસણ
  14. ½ કપ તાજુ ખમણેલું નાળિયેર
  15. ½ કપ શેકેલી શીંગ નો ભુકો
  16. 2 ટી સ્પૂન તલ
  17. 4 ટી સ્પૂન ખાંડ
  18. મીઠું, હળદર, હિંગ
  19. 1 ટેબલ સ્પૂન ધાણજીરુ
  20. 1 ટેબલ સ્પૂન આદુ મરચાની પેસ્ટ
  21. ¾ ટી સ્પૂન ગરમ મસાલો
  22. 1 ટેબલ સ્પૂન લાલ મરચું

સૂચનાઓ

  1. એક વાસણમાં ચણાનો, જુવારનો, ચોખાનો અને ઘઉં નો એક એક કપ કરકરો લોટ લો
  2. તેમાં મીઠું, હળદર, ધાણાજીરું, મોણ, ખાંડ, મેથીના પાન, આદુ મરચાની પેસ્ટ અને દહીં નાખી મિક્સ કરો
  3. જરૂરી પાણી ની મદદ થી કઠણ લોટ બાંધી લો
  4. નાના નાના મુઠીયા વાળી કથ્થઈ રંગના તળી લો
  5. એક વાસણમાં બધા મસાલા, 2 ટેબલ સ્પૂન તેલ, આદુ મરચાની પેસ્ટ, લીલું સમારેલું લસણ, કોથમરી, લીમડો, શીંગ નો ભુકો, તલ, કોપરું વગેરે લઈ મિક્સ કરી મસાલો તૈયાર કરી લો
  6. એક જાડા તળિયાવાળા વાસણમાં 2 ગ્લાસ પાણી અને 3 ટેબલ સ્પૂન તેલ લઈ ગરમ કરો
  7. તેમાં પાપડી માં થોડો મસાલો લઈ ચોળી ને નાખો,અને પાકવા દો
  8. રીંગણા અને કેળા ને ઉભા બે કાપ કરી મસાલો ભરી લો
  9. કંદ, શક્કરિયા, બટેટા ના કટકા કરી તે અને સરગવાની શીંગ માં મસાલો ભેળવી લો
  10. હવે પાપડી વાળા વાસણમાં પેહલા કંદ, રીંગણા, બટેટા, શક્કરિયા અને કેળા, પછી સરગવો નાખી 14 મિનિટ ચડવા દો,
  11. હવે મુઠીયા નાખી મિક્સ કરી ફરી 7 મિનિટ ચડવા દો, ઉપર મુઠીયા તળતાં વધેલા તેલ માં થી થોડું ગરમ તેલ નાખી,
  12. કોથમરી થી સજાવી પીરસો...

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર