અમૃતપાક | Amrutpak Recipe in Gujarati

ના દ્વારા Mital Viramgama  |  24th Oct 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Amrutpak by Mital Viramgama at BetterButter
અમૃતપાકby Mital Viramgama
 • તૈયારીનો સમય

  15

  મીની
 • બનાવવાનો સમય

  20

  મીની
 • પીરસવું

  10

  લોકો

5

0

અમૃતપાક વાનગીઓ

અમૃતપાક Ingredients to make ( Ingredients to make Amrutpak Recipe in Gujarati )

 • 1 કપ રવો
 • 1 કપ ચણાનો લોટ
 • 1 કપ સૂકું કોપરૂ
 • 1 કપ ઘી
 • 1 & 1/2કપ ખાંડ
 • 1 & 1/2કપ માવો
 • 1ટી સ્પૂન એલાયચી પાવડર
 • 1ટેબલ સ્પૂન બદામ પીસ્તા ની કતરી

How to make અમૃતપાક

 1. સૌથી પહેલાં ખાંડ મા થોડું પાણી નાંખી બે તારની ની ચાસણી બનાવી લો.
 2. ચાસણી રેડી થાય ત્યા સુધી મા માવો ખમણી લો.
 3. હવે એક હેવી બોટમ પેન અથવા કડાઇ મા ઘી અને રવો લઇને ધીમા તાપે શેકો.
 4. રવો થોડો શેકાઈ જાય એટલે તેમાં ચણાનો લોટ નાખી ધીમા તાપે બે થી પાંચ શેકો.
 5. હવે તેમાં કોપરૂ નાખી મીક્સ કરી લો પછી ખમણેલો માવો નાખી ઘીમા તાપે બે મીનીટ શેકી સ્ટવ બંધ કરીને દો.
 6. હવે ચાસણી અને લોટ બન્ને થોડા ઠંડા થઇ જાય એટલે લોટ મા ચાસણી નાખી દો.
 7. પછી એકદમ મીક્સ કરી લો અને એલાયચી પાવડર નાખી દો.
 8. હવે એક થાળી અથવા ટ્રે મા ઘી લગાડી પાથરી દો.
 9. ઉપર બદામ પીસ્તા ની કતરી ભભરાવી દો.
 10. ત્રણેક થી પાંચ કલાક સેટ થવા માટે રાખી દો.
 11. પછી પીસ કરી સવઁ કરો.

Reviews for Amrutpak Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો