હોમ પેજ / રેસિપી / પનીર જલેબી

Photo of paneer jalebi by Kalpana Parmar at BetterButter
687
2
0.0(0)
0

પનીર જલેબી

Oct-24-2018
Kalpana Parmar
8 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પનીર જલેબી રેસીપી વિશે

તમે પનીરથી બનેલા અનેક શાક અને નાસ્તાનો ટેસ્ટ કર્યો હશે. પરંતુ પનીરથી બનતી એક એવી મિઠાઇ જે સૌ ને પસંદ છે પનીર જલેબી જે ખાવામાં સ્વાદિષ્ટ અને ઝડપથી બનાવી શકાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • દિવાળી
  • બિહાર
  • તળવું
  • ડેઝર્ટ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 5

  1. 1 કપ પનીર
  2. 1/2 કપ મેંદો
  3. 2 ચમચી દહીં
  4. 2 ચમચી બેસન
  5. 1/2 ચમચી – બેકિંગ પાઉડર
  6. તળવા માટે ઘી
  7. 2 ચમચી કાજૂ-બદામની કતરન
  8. ચપટી પીળો ફૂડ કલર
  9. 1 નાની ચમચી એલચી પાવડર
  10. ગુલાબની પાંખડી
  11. ચાસણી માટે
  12. 2 કપ ખાંડ
  13. 1 કપ પાણી
  14. 1/2 ચમચી – ઇલાયચી પાઉડર

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક મોટા વાડકા માં મેંદો દહીં બેસન ને 1/2 કપ પાણી થી ઘાટું ખીરું બનાવી ને ઢાંકી ને 12 કલાક મૂકી રાખો
  2. 12 કલાક પછી મિકસરમાં પનીર, મેંદા નું ખીરું નાખી ને લિસ્સું ખીરું બનાવી લેવું ફૂડ કલર એલચી પાવડર બેકિંગ પાઉડર ઉમેરીને તેની બરાબર પેસ્ટ બનાવી લો.
  3. પાઇપિંગ બેગ માં પનીરની પેસ્ટ ભરીને અલગ રાખી દો.
  4. હવે એક કડાઈ માં ખાંડ અને પાણી ઉકાળીને એક તારની ચાસણી બનાવી લો. તેમા ઇલાયચી પાઉડર મિક્સ કરી લો.
  5. હવે એક કઢાઇમાં ઘી ગરમ કરી લો અને ગરમ ઘી માં પાઇપિંગ બેગ થી જલેબી બનાવી લો અને તેને કડક થાય ત્યાં સુધી તળી લો
  6. તેને બહાર નીકાળીને ચાસણીમાં રાખો. 1 મિનિટ માટે ચાસણી માં રાખીને કાઢી લો હવે તૈયાર જલેબીને પ્લેટમાં નીકાળી લો અને તેની પર કાજૂ-બદામ, તેમજ ગુલાબની પાંખડીથી ગાર્નિશ કરીને ગરમા-ગરમ સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર