હોમ પેજ / રેસિપી / ચુરમા ના લાડુ

Photo of churma ladoo by Hiral Pandya Shukla at BetterButter
819
6
0.0(0)
0

ચુરમા ના લાડુ

Oct-25-2018
Hiral Pandya Shukla
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચુરમા ના લાડુ રેસીપી વિશે

આ આપણી પરંપરાગત વાનગી છે...મહેમાન આવે ત્યારે અથવા પ્રાસંગિક સમયે આપણે બનાવીએ છીએ.

રેસીપી ટૈગ

  • વેજ
  • તહેવાર
  • ગુજરાત
  • પીસવું
  • તળવું
  • સાથે ની સામગ્રી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 6

  1. ૨૫૦ ગ્રામ ઘઉંનો જાડો લોટ
  2. ૨૫૦ ગ્રામ ગોળ
  3. ૨૫૦ ગ્રામ ઘી
  4. ૧૦૦ ગ્રામ તેલ
  5. ૧ ચમચી એલચી પાવડર
  6. ૨ ચમચી ખસખસ
  7. અડધી વાટકી સુકા મેવા ઝીણા કાપેલા

સૂચનાઓ

  1. લોટ માં ચાર ચમચી તેલ નાખી મિક્સ કરી થોડુંથોડું ગરમ પાણી નાંખી મુઠીયા વાડો.
  2. એક કઢાઇ મા તેલ અને ઘી મીક્સ કરી ગરમ કરવા મૂકો.
  3. મુઠીયા સોનેરી રંગ ના થાય ત્યાં સુધી ધીરે તાપે તળવા.
  4. થોડાક ઠરે એટલે ઝીણો ભુક્કો કરી લેવો.
  5. ઘી ગરમ કરી તેમાં ગોળ નાખો અને પાઇ તૈયાર કરી લો.
  6. એમાં ભુક્કો, એલચીનો પાઉડર અને સુકા મેવા ઉમેરી લાડુ વાળો.
  7. જરુર લાગે તો ગરમ ઘી ઉમેરો.
  8. ઉપર ખસખસ લગાવી સજ્જ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર