હોમ પેજ / રેસિપી / દૂધ પૌવા

Photo of Dudh Pauva by Anjali Kataria at BetterButter
868
6
0.0(0)
0

દૂધ પૌવા

Oct-25-2018
Anjali Kataria
360 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દૂધ પૌવા રેસીપી વિશે

વિક્રમ સંવત નાં આસો સુદ પૂનમને શરદ પૂર્ણિમા અથવા શરદ પૂનમ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે ચંદ્ર પુર્ણકળાએ ખીલેલ હોય છે. જે એક માણવાલાયક ક્ષણ હોય છે. આ દિવસે અનેક જગ્યાઓએ શરદોત્સવ મનાવવામાં આવે છે. તેમ જ ચંદ્રના અજવાળામાં મોડી રાત સુધી રાસ લેવામાં આવે છે. જેમાં ચોખાના પૌવા, સાકરને દૂધ સાથે આરોગવાનો રીવાજ છે. મે વર્ષો થી મારા દાદી, મોટા બા તેમજ મારા મમ્મી ને આ પરંપરા નિભાવતા જોયા છે. કહેવાય છે કે શરદ પૂનમના ચંદ્ર ના અજવાળામાં કંઈક અલગ જ તાકાત હોય છે. જેથી આ ચંદ્રની શીતળ છાયામાં દૂધપૌવા ને મોડી રાત સુધી રાખી અને પછી ખાવાથી તેનો કંઈક અલગ જ સ્વાદ આવે છે. તેમજ તે ખુબ જ પૌષ્ટિક હોય છે. આ એક સરળ રેસિપી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • તહેવાર
  • ગુજરાત
  • ધીમે ધીમે ઉકાળવું
  • ઉકાળવું
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ૪ કપ દૂધ
  2. ૨ કપ પૌવા
  3. ૧.૫ કપ ખાંડ
  4. ૧/૪ નાની ચમચી એલચી પાઉડર
  5. ૨ મોટી ચમચી કાજુ બદામ નો ભુક્કો
  6. ગુલાબ ની પાંખડી શણગારવા માટે

સૂચનાઓ

  1. સર્વ પ્રથમ એક તપેલી લો.
  2. તેમા દૂધ ઉકાળવા મુકો.
  3. ગેસ નો તાપ ધીમો રાખો.
  4. હવે તેમાં ખાંડ ઉમેરો.
  5. ખાંડ ઓગળી જાય ત્યાં સુધી ધીમા તાપે ઉકાળો.
  6. ૫-૬ મિનિટ સુધી ઉકળવા દેવું.
  7. હવે તેમાં એલચી પાઉડર નાખી ને મિક્સ કરી લો.
  8. ત્યારબાદ ગેસ બંધ કરી દો.
  9. દૂધ ને થડું પડવા દો.
  10. પૌવા ને એક વાસણ મા લઇ ને પાણી વડે બરાબર સાફ કરી લો.
  11. ઠંડા પડેલા દૂધ મા પૌવા નાખી ને બરાબર મિકસ કરો.
  12. હવે એક તપેલીમાં આ દૂધ પૌવા નાખો.
  13. તપેલી ને ઉપર થી મલમલ ના સફેદ કપડાં વડે બાંધી દો.
  14. હવે આ તપેલી ને ચંદ્ર ની શીતળ છાયા માં મુકો.
  15. મોડી રાત સુધી પૌવા ને શીતળ છાયા માં રાખો. તમે આખી રાત સુધી પણ રાખી શકો છો.
  16. દૂધ પૌવા ને પીરસો.
  17. ઉપર થી કાજુ બદામ નો ભુક્કો અને ગુલાબ ની પાંખડી નાખો.
  18. ચંદ્ર ની શીતળ છાયા માં બનેલા દૂધ પૌવા પીરસવા માટે તૈયાર છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર