BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / ભરેલાં રીંગણ બટેટા અને ડુંગળી

Photo of Stuffed Brinjal Aloo Onion Curry by Mital Viramgama at BetterButter
0
4
0(0)
0

ભરેલાં રીંગણ બટેટા અને ડુંગળી

Oct-25-2018
Mital Viramgama
15 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ભરેલાં રીંગણ બટેટા અને ડુંગળી રેસીપી વિશે

આ શાક અમારા ઘર માં વર્ષો થયાં બનતું આવે છે .આ શાક જેમણે ભરેલાં શાક ભાવતા હોય તેને ખૂબજ ભાવે.આ શાક અમારા ઘર ખાસ કેરીને નવાં વર્ષ ને દિવસે બને .મારા દાદી કહેતાં કે નવાં વર્ષ ને દિવસે આ શાક બનાવીયે એટલે આખું વર્ષ ભરીયું ભરીયું રહે.

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 4 નાની સાઇઝના રવૈયા (રીંગણ)
  2. 4 નાની સાઇઝના બટેટા
  3. 3 નાની સાઇઝની ડુંગળી
  4. બે ટમેટા ની પયુરી
  5. 3ટેબલ સ્પૂન તેલ
  6. 4ટેબલ સ્પૂન ચણાનો લોટ સેકેલો
  7. 1ટેબલ સ્પૂન સેકેલો મગફળી નો ભૂકો
  8. 1ટેબલ સ્પૂન ગાંઠીયા નો ભૂકો
  9. તલ એકસ્પૂન
  10. લીંબુ નો રસ
  11. એક ટેબલ સ્પૂન લીલાં ધાણા ભાજી
  12. લસણ આદુ ની પેસ્ટ એક સ્પૂન
  13. લાલ મરચું બે ટી સ્પૂન
  14. ધાણા જીરૂ એક ટેબલ સ્પૂન
  15. ગરમ મસાલો 1/2 ટી સ્પૂન
  16. હળદર 1/1ટી સ્પૂન
  17. રાઇ જીરૂ હીઞવધાર માટે
  18. ખાંડ 1ટી સ્પૂન

સૂચનાઓ

  1. સૌથી પહેલાં ભરેલાં શાક નો મસાલો તૈયાર કરવા માટે ચણાનો લોટ સેકેલો મગફળી નો ભૂકો અને ગાંઠીયા નો ભૂકો લઇને તેમાં થોડું તેલ,લાલ મરચું ઘાણા પાવડર ગરમ મસાલો,નીમક,લીંબુ નો રસ તલ ખાંડ થોડી,લીલાં ધાણા ભાજી નાખી આદુ,લસણની પેસ્ટ થોડી બધું સ્વાદ અનુસાર નાખી મીક્સ કરી લો.
  2. હવે નાની સાઇઝના રવૈયા અને નાની સાઇઝના બટેટા ની છાલ ઉતારી ડુંગળી લઇને તેમાં ચાર કાપા મારી લો રીંગણા મા પણ નીચે થીં ચાર કાપા મારી લો બટેટા મા સાઇડમાંથીં કાંપી બધામાં મસાલો ભરી દેવો.રીંગણ ડાડલી સાથે રાખવાના.
  3. હવે બે મોટી સાઇઝના ટમેટા ને ખમણીલો
  4. એક કુકરમાં તેલ ગરમ કરી તેમાં રાઇ જીરૂ હીઞ નાખી લસણ આદુ ની પેસ્ટ નાખી ખમણેલું ટમેટુ નાખી હળદર નીમક લાલ મરચું ઘાણા પાવડર ગરમ મસાલો નાખી સાંતળવું .
  5. હવે થોડું પાણી નાંખી ગ્રેવી ઉકળે એટલે તેમાં ભરેલાં રીંગણ બટેટા અને ડુંગળી હલકા હાથે મૂકી ઉપર ભરેલાં શાકનો મસાલો વધીયો હોય તો છાંટી ને કુકર બંધ કરી ધીમા તાપે ત્રણ વીસલ મારી લેવા ની.
  6. પછી કુકર ખોલી હળવે હાથે હલાવીને ધાણા ભાજી નાખી મીક્સ કરી લો પછી ગરમાગરમ રોટલી અને ભાત સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર