હોમ પેજ / રેસિપી / દાદીમાનુ પાલક ગુલકંદ પાન

Photo of Plak gulkand pan of dadima by Devi Amlani at BetterButter
646
2
0.0(0)
0

દાદીમાનુ પાલક ગુલકંદ પાન

Oct-26-2018
Devi Amlani
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દાદીમાનુ પાલક ગુલકંદ પાન રેસીપી વિશે

મારા દાદી માં ને પાન ખૂબ જ ભાવતા પરંતુ આ પાન થોડું અલગ છે અને તે બનાવતા હતા અત્યારે પણ મારા ઘરમાં આ પાન હજુ બનાવાય છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ગુજરાત
  • લો ફેટ

સામગ્રી સર્વિંગ: 4

  1. સાત થી આઠ પાલકના પાન
  2. 2 ચમચી સિંગદાણા
  3. 1 ટુકડો આદુ નો
  4. 2 તીખા મરચા
  5. 1 નંગ લીંબુ
  6. 2 ચમચી ટોપરાનું ખમણ
  7. 1 ચમચી વરિયાળી
  8. 2 ચમચી ગુલકદ
  9. 1 ચમચી કાળી દ્રાક્ષ

સૂચનાઓ

  1. સૌપ્રથમ પાલકના પાનને ધોઈ લો
  2. પાલકના પાન માં જે ઝીણી-ઝીણી નશો હોય તેને ચાકુના મદદથી કાઢી લો પરંતુ ધ્યાન રાખવું કે પાન તૂટે નહીં
  3. હવે તે પાનને એક બાજુ રાખી આદુના ટુકડાને ખમણી લો અને લીંબુ નાના-નાના ટુકડા કરી લો અને મરચા ને પણ ઝીણા ઝીણા સમારી લો
  4. હવે એક પાન લો તેમાં 2 થી 3 નંગ સમારેલાં મરચાં થોડું ખમણેલું આદું ૨ થી ૩ નંગ લીંબુ સમારેલું અને નાળિયેરનું ખમણ તેમજ ૧ થી ૨ નંગ સીંગદાણા ગુલકંદ તેમજ વરિયાળી ઉમેરો
  5. હવે પાલકના પાન બંધ કરી લો અને પાનનો સેઇપ આપો પછી તેના ઉપર ટુથપીક અને કાળી દ્રાક્ષ લગાવી બંધ કરી દો
  6. આ રીતે પાલક ગુલકંદ પાન તૈયાર છે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર