હોમ પેજ / રેસિપી / મોહનથાળ

Photo of MOHANTHAL by Megha Rao at BetterButter
662
2
0.0(0)
0

મોહનથાળ

Oct-26-2018
Megha Rao
15 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
8 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મોહનથાળ રેસીપી વિશે

નાનપણ માં દિવારી ના સમય મારા દાદી હંમેશા મોહનથાળ બનાવતા તે મને ખુબજ ભાવતો. આજે ઘણા સમય પછી આવી પ્રતિયોગીતા આવી છે જેના થી હું એ વાનગી રજૂ કરી શકીશ. આ વાનગી ખુબજ સ્વાદિષ્ટ હોઈ છે સાથે એક પારંપરિક મીઠાઈ ભી છે

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • દિવાળી
  • ગુજરાત
  • શેકેલું
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 8

  1. 200 ગ્રામ ભભરો ચના નો લોટ
  2. 200 ગ્રામ. ખાંડ
  3. 50 ગ્રામ મોરો માવો
  4. 150 ગ્રામ. દેશી ઘી
  5. 4 ચમચા. દૂધ
  6. 11/2 કપ પાણી
  7. 3 નંગ ઈલાયચી
  8. 1 નાની વાટકી બદામ પિસ્તા ની કતરણ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક વાસણ માં ચના નો ભભરો લોટ લાઇ તેમાં 2ચમચી ઘી અને 4 ચમચી દુધ નાખી ધાબો આપી તેને 10 મિનિટ સુધી રહેવા દો
  2. હવે એક કડાઈ માં ખાંડ અને પાણી ઉમેરી ઈલાયચી પાઉડર અને કેસર ના 2 થી લછા નાખી 2 તાર ની ચાસણી બનાવો
  3. બીજી બાજુ ગેસ ચાલુ કરી બીજી કડાઈ માં ઘી નાખી ધાબો કરેલો ચના નો લોટ ઉમેરો અને તેને ગોલ્ડન બ્રાઉન થવા દો
  4. હવે લોટ જેમ જેમ બ્રાઉન થશે તેમ લોટ હલકો થતો જશે
  5. હવે તેમાં મોરો માવો ઉમેરી બરાબર હલાવો
  6. ,હવે મિશ્રણ ઘી છોડવા લાગે ત્યારે ગેસ બંદ કરી તેમાં 2 તાર ની ચાસની ઉમેરી દો
  7. હવે એક ડીશ માં ઘી ચોપડી તેમાં આ મિશ્રણ થારવી ડો. ઠંડુ થાય પછી તેને કટકા કરી પીરસો તૈયાર છે મોહનથાળ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર