હોમ પેજ / રેસિપી / કોપરાનું કચ્ચરિયું

Photo of Coconut kachchariyu by Dimpal Patel at BetterButter
240
2
0.0(0)
0

કોપરાનું કચ્ચરિયું

Oct-26-2018
Dimpal Patel
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કોપરાનું કચ્ચરિયું રેસીપી વિશે

ગુજરાતમાં શિયાળામાં બનતું વસાણું છે. સુવાવડી સ્ત્રીને માટે પણ આ કચ્ચરિયું બનાવવામાં આવે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • સાંતળવું
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 6

  1. સૂકા કોપરા - ૫૦૦ ગ્રામ
  2. ગોળ - ૫૦૦ ગ્રામ
  3. ખસખસ - ૫૦ ગ્રામ
  4. સૂંઠ પાવડર - ૫૦ ગ્રામ
  5. ગંઠોડા પાવડર - ૫૦ ગ્રામ
  6. ઘી - ૨૦૦ ગ્રામ
  7. ડ્રાયફ્રુટ - ૨૫૦ ગ્રામ

સૂચનાઓ

  1. સૂકા કોપરાને છીણી લેવા. ગોળ કાપી લેવો. ડ્રાયફ્રુટ કાપી લેવા.
  2. એક પેણીમાં ઘી લેવું. તેમાં ગોળ નાંખીને મીડીયમ ગેસ પર હલાવતા રહેવું.
  3. જ્યારે ગોળમાં પરપોટા થવા લાગે કે ૧ તાર થાય એટલે તેમાં છીણેલું કોપરું મિક્સ કરવું.
  4. બરાબર મિક્ષ થાય પછી ગેસ ધીમો કરી સૂંઠ પાવડર , ગંઠોડા પાવડર , ડ્રાયફ્રુટ અને ખસખસ મિક્સ કરવી.
  5. ૫ મિનિટ ધીમા ગેસ પર થવા દેવું.
  6. એક થાળીમાં ઘી લગાડી દેવું. કોપરાનું મિશ્રણ તેમાં ફેલાવી દેવું. ઠંડુ પડે પછી ટુકડા કરી લેવા.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર