હોમ પેજ / રેસિપી / ફરસી મેથી પૂરી

Photo of Methi farsi puri by safiya abdurrahman khan at BetterButter
810
1
0.0(0)
0

ફરસી મેથી પૂરી

Oct-26-2018
safiya abdurrahman khan
20 મિનિટ
તૈયારી નો સમય
35 મિનિટ
રાંધવાનો સમય
7 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ફરસી મેથી પૂરી રેસીપી વિશે

જ્યારે સ્કૂલમાં ભણતા હતાં તયારે આ બધી પૂરીઓ વારે તહેવારે બનતી રેહતી, જરૂર મુજબ મસાલામાં ફેરફાર થાય પણ સ્વાદ મા નહીં.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બીજા
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 7

  1. મેંદો ૧ કપ
  2. રવો ૧/૪ કપ
  3. ચોખાનો લોટ ૧ નાની ચમચી
  4. કસ્તુરી મેથી ૧ મોટી ચમચી
  5. જીરું ૧/૨ નાની ચમચી
  6. આદું લસણ પેસ્ટ ૧ નાની ચમચી
  7. ગરમ મસાલો ૧/૪ નાની ચમચી
  8. ઘી ૩ મોટી ચમચી
  9. મીઠુ ૧ નાની ચમચી
  10. તેલ તળવા

સૂચનાઓ

  1. એક વાસણમા મેંદો,રવો,કસ્તુરી મેથી ,જીરું,ગરમ મસાલો,આદું લસણ પેસ્ટ,મીઠુ,ઘી નાખી બરાબર ભેળવો.
  2. ૫-૭ મિનીટ બરાબર મસળી લો. જેથી પુરી કરકરી થાય.
  3. હવે થોડુ થોડુ પાણી નાખી સ્હેજ સખત લોટ બાંધો. લોટ ને સુંવાળૂ કરવાની જરૂર નથી.
  4. ઢાંકી ને ૨૦ મિનીટ ભીના કટકા થી ઢાંકી બાજુ પર રાખો.
  5. ૨૦ મિનીટ પછી લોટને ફરી થી પઁચ કરી નાનો લૂઓ લઇ પુરી વણો.એ દરમ્યાન કડાઈ મં તેલ ગરમ કરો.
  6. તેલ ગરમ કરી મધ્યમ તાપ પર તળી લો. એક બાજુ થી થાય તૌ બીજી બાજુ ફેરવી ને બધી પુરિયો આ રીતે તળી લો.
  7. કિચન પેપર પર કાઢી ઠંડી થાય તૌ હવાચુસ્ત જાર કૈ ડબ્બા મા ભરી દો.
  8. જ્યારે જરૂર હોય તો ચા સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર