હોમ પેજ / રેસિપી / સ્ટીમ ઢોકળા

Photo of Steam dhokla by Shraddha Patel at BetterButter
1366
2
0.0(0)
0

સ્ટીમ ઢોકળા

Oct-27-2018
Shraddha Patel
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સ્ટીમ ઢોકળા રેસીપી વિશે

ઢોકળા એ એક પારંપારીક વાનગી છે જે લગભગ બધા ગુજરાતીઓ ની પ્રિય વાનગીઓમાંની એક હોય છે. ઢોકળા જોતા જ કે નામ સાંભળતા પણ મોં મા પાણી આવી જતું હોય છે. કોઈ પણ સમયે ખાઈ શકાય છે. તો આવો એની વિધિ જોઈ લઈએ.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ગુજરાત
  • પીસવું
  • મૂળભૂત વાનગીઓ

સામગ્રી સર્વિંગ: 4

  1. એક કપ ચણા ની દાળ
  2. બે કપ જાડા ચોખા
  3. અડધો કપ અડદ ની દાળ
  4. સ્વાદ પ્રમાણે મીઠું
  5. 1/2 ચમચી સોડા
  6. 1/2 ચમચી હળદર
  7. 1 ચમચી લાલ મરચું પાવડર
  8. 2 ચમચી સફેદ તલ
  9. 4-5 ચમચી તેલ
  10. 3-4 ચમચી બારીક સમારેલી કોથમીર
  11. 2 ગ્લાસ ખાટી છાસ
  12. 1 આદુ- મરચા ની પેસ્ટ
  13. 8-10 લસણ ની કળી
  14. 5-6 ચમચી લસણ ની ચટણી વાળું તેલ સાથે પીરસવા માટે
  15. જરૂર મુજબ પાણી

સૂચનાઓ

  1. સૌ પ્રથમ ચોખા, ચણા ની દાળ અને અડદ ની દાળ પાણી થી બરાબર ધોઈ ને અલગ અલગ આખી રાત પાણી મા પલાળો.
  2. સવારે પાણી નિતારી ને બધું અલગ અલગ પીસી લો સાથે લસણ ની કળી પણ પીસી લો. ત્યારબાદ મિક્સ કરી લો.
  3. હવે તેમાં છાસ નાખી ને ઢાંકી ને એક ગરમ જગ્યા એ મૂકી દો.
  4. 5-6 કલાક પછી તેમાં મીઠું, હળદર, આદુ-મરચા ની પેસ્ટ અને સોડા નાખી બરાબર મિક્સ કરી લો.
  5. હવે ઢોકળીયા કે સ્ટીમર મા થાળી મા તેલ લગાવી ને થાળી મૂકો.
  6. ત્યારબાદ તેમાં ઢોકળા નું ખીરું રેડી બરાબર ફેલાવી દો.
  7. હવે તેના પર લાલ મરચું પાવડર, સફેદ તલ અને કોથમીર નાખો અને ઢાંકી ને 7-8 મિનિટ માટે ચઢવા દો. ત્યારબાદ ટૂથપિક થી ચેક કરી લેવું ચઢી ગયા છે કે કાચા છે. ટૂથપિક સાફ નીકળે તો ચઢી ગયા સમજવું.
  8. હવે ઢોકળા ને કટકા કરી ને ગરમ ગરમ ઢોકળા ને લસણ ની ચટણી વાળા તેલ સાથે કે સાદા તેલ સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર