હોમ પેજ / રેસિપી / ખાટીયા ઢોકળા

Photo of Khatta Dhokla by Lipti Ladani at BetterButter
45
7
0.0(0)
0

ખાટીયા ઢોકળા

Oct-27-2018
Lipti Ladani
480 મિનિટ
તૈયારી નો સમય
18 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ખાટીયા ઢોકળા રેસીપી વિશે

આ મારા દાદી ની ફેવરીટ વાનગી હતી ,દાદી પાસે થી જ શીખી છું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બીજા
  • ગુજરાત
  • બાફવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. એક બાઉલ ખાટા ઢોકળા નો લોટ
  2. ખાટી છાશ ૧ વાટકી
  3. હુંફાળુ પાણી ૨ વાટકી
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. ૧/૨ ચમચી હળદર
  6. ૧/૨ ચમચી બેકિંગ સોડા
  7. આદું, મરચાં, લસણ પેસ્ટ ૩ ચમચી
  8. લીલા ધાણા
  9. લાલ મરચું પાવડર
  10. ચણા ની પલાળેલી દાળ ૪ચમચી

સૂચનાઓ

  1. અહીં ચોખા, ચણા દાળ,મકાઈ,જુવાર, મગ દાળ મીક્ષ કરી લોટ દળી ને લીધો છે, તમે બધુ પલાળી ને ક્રશ કરી લઈ શકો. ૮ કલાક પલાળી ને લેવુ,
  2. એક બાઉલમાં લોટ લઈ તેમાં મીઠું, હડદર,છાશ, પાણી નાંખી બધુ શરસ મીક્ષ કરી ઢોકળા નુ ખીરું કરી, ઢાંકી ૮ કલાક આથો આવે એવી ગરમ જગ્યાએ મુકવુ
  3. હવે ખીરામાં આદું, મરચા,લસણની પેસ્ટ ,ચણા ની પલાળેલી દાળ ઉમેરી શરશ મીક્ષ કરી લો
  4. હવે ગેસ પર ઢોકરીયા માં પાણી નાખી પાણી ઉકાળે.એટલે તેની ડીશ મા તેલ લગાવી લો . હવે ખીરામાં બેકિંગ સોડા નાખી મીક્ષ કરી લો.
  5. ડીશ માં ખીરું નાખી ઉપર કોથમીર, લાલ મરચું પાવડર છાટી,ઢાકણ ઢાંકી,૧૫ મીનીટ ચઢાવા દો ,ચઢી જાય એટલે. ઉતારી ગરમ જ કાચું તેલ મા લાલ મરચું પાવડર અને મીઠું નાંખી એની સાથે ઢોકળાં ની લહેજત ઉઠાવો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર