હોમ પેજ / રેસિપી / આલુ મગ દાળ વડા

Photo of Aloo moong dal vada by Purvi modi at BetterButter
758
1
0.0(0)
0

આલુ મગ દાળ વડા

Oct-27-2018
Purvi modi
20 મિનિટ
તૈયારી નો સમય
35 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

આલુ મગ દાળ વડા રેસીપી વિશે

ચટાકેદાર

રેસીપી ટૈગ

  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • ગુજરાત
  • બાફવું
  • તળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. ખીરું માટે:-
  2. મગની દાળ ૧/૨ કપ
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. લીલાં મરચાં ૨-૩
  5. આદુ નો નાનો ટુકડો ૧
  6. ચપટી હિંગ
  7. ચણાનો લોટ ૨ ટેબલસ્પૂન
  8. વડા માટે:-
  9. બાફેલા બટાકા ૮-૧૦
  10. વાટેલા લીલાં મરચાં ૭-૮
  11. સમારેલી કોથમીર ૧/૪ કપ
  12. મીઠું સ્વાદ અનુસાર
  13. ગરમ મસાલો ૧ ટેબલસ્પૂન
  14. લીંબુનો રસ ૨ ટી સ્પૂન
  15. નાના ટુકડા કરેલા કાજુ ૮-૧૦
  16. તળવા માટે તેલ
  17. લીલી ચટણી જરૂર મુજબ
  18. ખજૂર આમલીની ચટણી જરૂર મુજબ

સૂચનાઓ

  1. સૌપ્રથમ મગની દાળ ને ધોઈ તેને પાણીમાં ૨-૩ કલાક સુધી પલાળી રાખો.
  2. ત્યારબાદ તેને આદુ મરચાં સાથે મિક્સરમાં જરૂર મુજબ પાણી લઈ પીસી લો.
  3. સ્વાદ પ્રમાણે મીઠું અને હીંગ ઉમેરીને બરાબર મિક્સ કરો.
  4. ચણાનો લોટ ઉમેરીને બરાબર મિક્સ કરી ઘટ્ટ ખીરું તૈયાર કરો.
  5. હવે વડા માટેની બધી સામગ્રી મિક્સ કરીને તેના એકસરખા ગોળા વાળી લો.
  6. હવે વડાને તૈયાર કરેલ મગની દાળ ના ખીરામાં બોળીને તેલમાં સોનેરી તળી લો.
  7. ગરમાગરમ વડાને લીલી ચટણી અને ખજૂર આમલીની ચટણી સાથે પરોસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર