હોમ પેજ / રેસિપી / ગાજર ની સુકવણી અને તેનુ ઈનસ્ટંટ અથાણું

Photo of Dried carrots pickles by Mumma's kitchen at BetterButter
1138
2
0.0(0)
0

ગાજર ની સુકવણી અને તેનુ ઈનસ્ટંટ અથાણું

Oct-27-2018
Mumma's kitchen
2880 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
8 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગાજર ની સુકવણી અને તેનુ ઈનસ્ટંટ અથાણું રેસીપી વિશે

આજ ફરી એકવાર લાવી છું, દાદી મા નાની મા ની શ્રેષ્ઠ સુકવણી રેસીપી અત્યાર સુધી મે ગુંદા અને ગુવાર ની કાચરી કેવી રીતે બને તે શીખવી, આજ હું ગાજર ને સુકવી તેને 12 મહિના સુધી કેવી રીતે સાચવી શકાય અને તેનુ ઈનસ્ટંટ અથાણું કેવી રીતે બને તે શીખવાડીશ, સાથે સાથે તેને બાર મહિના ના જે પારંપરિક રીતે બનતા અથાણા મા ઉપયોગ કરી શકાય છે ,

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • મૂળભૂત વાનગીઓ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 8

  1. એક કીલો ગાજર દેશી કે વિદેશી કોઇપણ પ્રકારના ચાલે
  2. 3-4 ટેબલસ્પૂન મીઠુ
  3. અથાણુ બનાવવા માટે ની સામગ્રી
  4. બે ટેબલસ્પૂન લસણ ની સુકી ચટણી
  5. 3-4 ટેબલસ્પૂન તેલ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ ગાજર ને ધોઈ લેવા
  2. ત્યાર બાદ તેની પાતળી છાલ ઉતારી લો
  3. ત્યાર બાદ તેના એકસરખા ટુકડા કરી લો અને તેમા મીઠું નાખીને તેને બરાબર મિક્સ કરી લો અને એક કલાક માટે મુકી દો
  4. એક કલાક બાદ તેમાંથી મીઠા નુ પાણી થઈ ગયું હશે તેને નિતારી લો
  5. હવે નિતારેલા ગાજર ને એક ચારણી મા છૂટા કરી બે દિવસ સુધી તડકા મા સુકાવા દો
  6. બે દિવસ બાદ ગાજર માથી પાણી સુકાઈ જાય એટલે તે કડક થઈ જશે
  7. હવે આ ગાજર ની સુકવણી તૈયાર છે, તેનુ ઈનસ્ટંટ અથાણું બનાવવા માટે એક વઘારીયા મા તેલ ગરમ કરી તેમા લસણ ની સુકી ચટણી નાખી તેને 2 મિનિટ સુધી સાંતળી લો
  8. હવે કકડાવેલી લસણ ની ચટણી ને ગાજર ની સુકવણી પર રેડી દો તેને બરાબર મિક્સ કરી લો
  9. હવે તૈયાર છે ગાજર ની સુકવણી અને તેનુ ઈનસ્ટંટ અથાણું તેને કઢી ખીચડી રોટલા શાક સાથે પીરસી દો, આ અથાણૂ 1 અઠવાડિયા સુધી સ્ટોર કરી શકાય છે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર