BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / Besan laddu

Photo of Besan laddu by Bhavna Thaker at BetterButter
3
5
5(1)
0

Besan laddu

Oct-27-2018
Bhavna Thaker
30 મિનિટ
તૈયારી નો સમય
60 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • દિવાળી
  • ગુજરાત
  • તળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 10

  1. ચણાનો લોટ 2 કપ
  2. ખાંડ 3/4 કપ
  3. ઘી મોણ માટે 2 ટી સ્પૂન
  4. ઘી છેલ્લે નાખવા માટે 1/4 કપ
  5. એલચી 1 ટી સ્પૂન
  6. જાયફળ પાઉડર 1/4 ટી સ્પૂન
  7. તળવા માટે કોઈપણ રિફાઈન્ડ તેલ
  8. સજાવવા માટે બદામ પીસ્તા ની કતરણ
  9. નવશેકુ પાણી મુઠિયા બનાવવા માટે.

સૂચનાઓ

  1. ચણાના લોટમાં બે ચમચી ઘી નાખી મિક્સ કરો. અને નવશેકુ પાણી છાંટી ક્રમ્બલ જેવો છુટો રહે એ પ્રમાણે લોટ તૈયાર કરો.
  2. હવે એના નાના આકારના મુઠીયા વાળી તૈયાર કરી લો.
  3. કડાઈમા મધ્યમ આંચ પર તેલ ગરમ કરી એકદમ ધીમા તાપે મુઠીયા લાલાશ પડતા તળીને ટીશ્યુ પેપર પર કાઢીને ઠંડા કરી લો.
  4. મુઠીયા ઠંડા થાય એટલે મિક્સરમાં મુઠિયાનો બારીક રવા જેવો પાઉડર તૈયાર કરી લો.
  5. એક પેન મા ખાંડ ડૂબે એટલુ પાણી નાખી ઉકાળો.એમા બે ચમચી નાની દૂધ નાખી ઉફાણો આવે એટલે ચાશણીમા ઉપર તરી આવેલ મેલ ચમચી વડે કાઢી લો.ખાંડ એકદમ સાફ હોય તો દૂધ નાખવાની જરુર નથી.
  6. એક તારની ચાશણી તૈયાર થાય એટલે એમા મુઠિયાનો પાઉંડર અને 1/4 કપ ઘી, એલચી જાયફળ નો પાઉડર નાખીને ગેસ બંધ કરી ને એકદમ મિક્સ કરી લો.
  7. આ મિશ્રણ થોડુ ઠંડુ પડે એટલે હથેળીમા ઘી લગાવી નાના લાડુ વાળી લો. ઉપર બદામ પીસ્તા ની કતરણ લગાવી ને સજાવી લો..તૈયાર છે દાદી અને નાનીના સમયની એકદમ ટેસ્ટી મીઠાઈ.

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Mumma's kitchen
Oct-27-2018
Mumma's kitchen   Oct-27-2018

સુપર રેસીપી

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર