Photo of Dudheli by Avani Desai at BetterButter
2622
3
0.0(0)
0

દુધેલી

Oct-27-2018
Avani Desai
2 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દુધેલી રેસીપી વિશે

શેરડી ના રસ માથી બનતી, આ એક મિઠાઈ છે,જેમાં ખાડ કે ગોળ નો બિલકુલ ઉપયોગ કરવામાં આવતો નથી.

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • આસાન
  • તહેવાર
  • ગુજરાત
  • ઉકાળવું
  • ડેઝર્ટ
  • ડાયાબીટીસ

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 કપ શેરડીનો રસ( આદુ- લીબુ વગરનો)
  2. 1 /2 કપ દૂધ +2 ટી સ્પૂન દૂધ
  3. 1/4 કપ ચોખા નો લોટ
  4. 1 ટી સ્પૂન ખસખસ
  5. 1 ટી સ્પૂન તજ નો પાવડર
  6. 1 ટી સ્પૂન જાયફળ નો પાવડર

સૂચનાઓ

  1. એક થાળી ને ઘી થી ગી્સ કરી તેમાં ખસખસ, તજ પાવડર, જાયફળ પાવડર ભભરાવો.
  2. હવે એક નોનસ્ટિક પેન માં શેરડીનો રસ ઉકાળો.
  3. ઉકળતા શેરડીના રસ માં 2 ટી સ્પૂન દૂધ નાખી,તેના પર થાળી ઢાંકી દો, જેથી શેરડીના રસ મા રહેલો મેલ થાળી પર ચોટી જશે,પછી થાળી હટાવી દેવી.
  4. એક બાઉલમાં દૂધ અને ચોખા નો લોટ મિક્સ કરી લો.તેમાં બીલકુલ ગઠ્ઠા રહેવા ન જોઈએ.
  5. હવે આ મિશ્રણ ને શેરડી ના રસ માં ઉમેરો.
  6. સતત હલાવતા રહી મિશ્રણ ને કિનારી છોડે ત્યાં સુધી થવાદો.
  7. મિશ્રણ ચડી ગયું છે કે નહિ તે માટે મિશ્રણ ને એક પ્લેટ મા કાઢી થોડું ઠંડુ થાય પછી ઉખેડી જુઓ, જો મિશ્રણ હાથમાં ચોટે નહીં અને ઉખડી જાય તો સમજો થઈ ગયું.
  8. હવે આ મિશ્રણને ઞી્સ કરેલી થાળીમાં કાઢી,એકસરખુ પાથરો.
  9. થોડી વાર કાપા પાડી ફી્જ માં ઠંડુ થવા દો.
  10. ઉપર થોડી ખસખસ અને કોપરાનું છીણ ભભરાવો.
  11. સ્વાદિષ્ટ દૂધેલી તૈયાર.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર