હોમ પેજ / રેસિપી / ચણાની દાળ નો દર

Photo of Chana ni dal no dar by Hetal Sevalia at BetterButter
753
3
0.0(0)
0

ચણાની દાળ નો દર

Oct-27-2018
Hetal Sevalia
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચણાની દાળ નો દર રેસીપી વિશે

સુરત શહેર માં દિવાળી પર બનતી એક ટેસ્ટી સ્વીટ.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • દિવાળી
  • ગુજરાત
  • શેકેલું
  • ફીણવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 250 ગ્રામ ચણાનો કરકરો લોટ
  2. 250 ગ્રામ દળેલી સુગર
  3. 250 ગ્રામ ઘી
  4. એલચી - જાયફળ નો ભૂકો જરૂર મુજબ
  5. બદામ ની કતરણ જરૂર મુજબ

સૂચનાઓ

  1. સૌપ્રથમ એક કઢાઈમાં ઘી લો.
  2. ઘી પીગળી જાય એટલે લોટ ઉમેરી ધીમા તાપે શેકો. સુગંધ આવે અને બ્રાઉન થાય એટલે ઉતારી લો.
  3. એક થાળીમાં કાઢી 7-8 કલાક અથવા તો ઓવરનાઈટ ઠંડું થવા દો.
  4. હવે એક મોટી થાળીમાં શેકેલો લોટ લઈ હથેળી ની મદદથી હલકો થાય ત્યાં સુધી ફીણો. આશરે 8-10 મિનિટ.
  5. હવે તેમાં દળેલી સુગર ઉમેરી બરાબર ફીણો.હલકું થાય અને કલર પણ બદલાઈ ત્યાં સુધી ફીણો. ફીણાયા બાદ તેનું ટેકસચર ક્રીમી થશે. અને મઠા જેવું ઢીલું થશે.
  6. એલચી પાવડર ઉમેરી ડબ્બામાં ભરી દો. ઉપર થી બદામ ની કતરણ ભભરાવી લો.
  7. 15 થી 20 દિવસ સુધી બહાર જ સારો રહે છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર