Photo of Surati ghari by Dimpal Patel at BetterButter
1225
2
0.0(1)
0

Surati ghari

Oct-27-2018
Dimpal Patel
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ગુજરાત
  • તળવું
  • સાંતળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. મેંદો - ૧૦૦ગ્રામ
  2. માવો - ૨૫૦ ગ્રામ
  3. ચણા નો લોટ - ૧૧/૨ મોટી ચમચી
  4. ખાંડનું બૂરું - ૧૦૦ ગ્રામ
  5. કાજુ , બદામ , પિસ્તા (અધકચરા વાટેલા ) - ૧/૨ કપ
  6. એલચીનો પાવડર - ૧/૨ નાની ચમચી
  7. કેસર - ૭ થી ૮ તાંતણા
  8. હુંફાળું દૂધ - ૧ મોટી ચમચી
  9. તળવા માટે ઘી - ૨ કપ
  10. જામખંભાળિયા ઘી - ૧/૨ કપ

સૂચનાઓ

  1. એક બાઉલમાં મેંદો ચાળી લેવો. તેમાં ૧ મોટી ચમચી ઘી મિક્સ કરવું. જરૂર મુજબ પાણી નાંખીને રોટલી જેવો લોટ બાંધવો. ઢાંકીને ૧૫ થી ૨૦ મિનિટ લોટને રહેવા દેવો.
  2. હુંફાળા દૂધમાં કેસર પલાળી દેવું.
  3. એક નોનસ્ટિક પેણીમાં ૧ મોટી ચમચી ઘી લેવું. તેમાં ચણાનો લોટ સાંતરવો. લોટ ધીમા ગેસ પર ૨ મિનિટ સાંતરવો . પછી તેને એક વાસણમાં કાઢી લેવો.
  4. એ જ પેણીમાં ધીમા ગેસ પર માવો શેકવો. ઘી છૂટું પડે ત્યાં સુધી માવો શેકવો. તેને પણ ચણાના લોટવાળા વાસણમાં કાઢી લેવો.
  5. મિશ્રણ ઠંડુ પડે પછી તેમાં ખાંડનું બૂરું , અધકચરા વાટેલા ડ્રાયફ્રુટ , એલચીનો પાવડર અને પલાળેલું કેસર ઉમેરવું. બરાબર મિક્સ કરવું. તેમાંથી નાના નાના ગોળા વાળવા.
  6. મેંદાને મસળીને નાના લુઆ બનાવવા. પછી તેમાંથી નાની પુરી વણવી. પુરીની વરચે માવાનો ગોળો મૂકવો. પછી કચોરીની જેમ વાળી દેવું.
  7. એક પેણીમાં ઘી ગરમ કરવા મૂકવું. ઘી વધારે ગરમ કરવું નહીં. એક જારા પર ઘારી મુકવી તેની ઉપર ચમચાથી ઘી રેડતા જવું. ગોલ્ડન કલર થાય પછી પલટાવી દેવું. ફરી ઘી રેડતા જવું. બરાબર તળાય એટલે એક ડીશમાં મૂકી દેવી.
  8. ઘારી ઠંડી પડે પછી તેની ઉપર થોડું પીગાળેલું જામખંભાળિયા ઘી ઠારી દેવું.
  9. ડ્રાયફ્રુટથી સજાવવું.

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
safiya abdurrahman khan
Oct-28-2018
safiya abdurrahman khan   Oct-28-2018

ખૂબ સરસ ,જામ ખંભાળિયા ઘી શુ છે?

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર