હોમ પેજ / રેસિપી / રીંગણ પાપડી બટાકા નું શાક

Photo of RINGAN ,PAPDI BATATA NU SAK by Asha Shah at BetterButter
1501
2
0.0(0)
0

રીંગણ પાપડી બટાકા નું શાક

Oct-28-2018
Asha Shah
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રીંગણ પાપડી બટાકા નું શાક રેસીપી વિશે

આ શાક મારી દાદી બનાવે છે. ખુબ જ ટેસ્ટી લાગે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • બીજા
  • ગુજરાત
  • પ્રેશર કુક
  • મુખ્ય વાનગી
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. 1.2 રીંગણ મીડીયમ સાઇજ
  2. 2. 2 બટાકા
  3. 3. 150 ગામ સુરતી પાપડી
  4. 4. 5 કલી લસણ
  5. 5. 3 લીલા મરચાં
  6. 6. 2 મોટી ચમચી સીંગદાણા
  7. 7. 1/2 ચમચી લાલ મરચુ
  8. 8. 1 ચમચી હલદર
  9. 9. 1 ચમચી ધાણા જીરુ
  10. 10.ટેસ્ટ મુજબ મીઠું
  11. 11. 1 સ્ટીપ મીઠો લીમડો
  12. 12. 1/2 ચમચી જીરુ
  13. 13. 1/2 ચમચી રાઇ
  14. 14 . 1/2 ચમચી તલ
  15. 15 . 1/4 ચમચી અજમો
  16. 16.1 1/2 ટામેટા
  17. 17. લીલા ધાણા
  18. 18. 2 મોટી ચમચી તેલ
  19. 19 .થોડી હીંગ

સૂચનાઓ

  1. 1. રીંગણ,બટાકા ,પાપડી ધોઇ છોલી મીડિયમ સાઇઝ માં સમારી લો.
  2. 2. કાપી દીધા પછી ફરી કાણા વીલા ટોપલા મા સરખી રીતે ધોઇ ને એક બાજુ મુકો.
  3. 3.લસણ ફોલી લો, ટામેટા કાપી ને વાડકા મા લો.
  4. 4. એક કુકર લઇ ગેસ ચાલુ કરી ગેસ પર મુકો.
  5. 5.તેમા તેલ ગરમ કરવા મુકો.
  6. 6. લીલા મરચાં ,લસણ અધકચરા વાટી લો.
  7. 7. ગરમ તેલ મા હીંગ ,રાઇ,જીરુ,અજમો,તલ ,લીમડો,લસણ મરચા વાટેલા એક પછી એક મુકતા જાવ .
  8. 8. બધુ સરખી રીતે મીશૃ કરી તેમા કાપેલા ટામેટા સિવાય ની સબજી નાખો
  9. 9.શાક પર સુકો મસાલો નાખી મીશૃ કરી 1 મીનીટ રેહવા દો.
  10. 10.સીંગદાણા વાટી ને શાક મા નાખો. ટામેટા પણ નાખી મીશૃ કરી ટેસ્ટ કરો .
  11. 11. થોડુ પાણી નાખી કુકર બંધ કરો. 3 સીટી થાય પછી ગેસ બંધ કરો
  12. 12. કુકર ઠડું થાય પછી ખોલી ,લીલા ધાણા ઉમેરી મીશૃ કરી .ગરમ સવૅ કરો.
  13. 12. કુકર ઠડું થાય પછી ખોલી ,લીલા ધાણા ઉમેરી મીશૃ કરી .ગરમ સવૅ કરો.
  14. 13. રોટલી કે રોટલા સાથે ખાવા ની ખુબ મજા આવે .

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર