ચૂરો ખમણ | Churo Khaman Recipe in Gujarati

ના દ્વારા Shraddha Patel  |  28th Oct 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Churo Khaman by Shraddha Patel at BetterButter
ચૂરો ખમણby Shraddha Patel
  • તૈયારીનો સમય

    12

    Hours
  • બનાવવાનો સમય

    20

    મીની
  • પીરસવું

    4

    લોકો

12

0

ચૂરો ખમણ વાનગીઓ

ચૂરો ખમણ Ingredients to make ( Ingredients to make Churo Khaman Recipe in Gujarati )

  • બે કપ ચણા ની દાળ
  • એક ગ્લાસ ખાટી છાસ
  • એક ચમચી આદુ મરચા લસણ ની પેસ્ટ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • 1/2 ચમચી સોડા
  • 1/2 ચમચી હળદર
  • 6-7 ચમચી તેલ
  • 1 ચમચી રાઈ
  • 1 ચમચી જીરું
  • ચપટી હિંગ
  • 7-8 મીઠા લીમડા ના પાન
  • 5-6 ચમચી બારીક સમારેલી કોથમીર
  • 1/2 કપ ઝીણી સેવ

How to make ચૂરો ખમણ

  1. ચણા ની દાળ ને ધોઈ ને 4-5 કલાક પાણી મા પલાળી ને રાખો. ત્યારબાદ પીસી લો અને છાસ ઉમેરી ખીરું બનાવો.
  2. હવે ખીરા મા મીઠું, હળદર, આદુ મરચા લસણ ની પેસ્ટ અને સોડા નાખી મિક્સ કરી લો.
  3. હવે થાળી મા તેલ લગાવી ખીરું રેડી ઢોકળીયા મા કે સ્ટીમર મા 10 મિનિટ માટે ચઢવા દો.
  4. ખમણ ચઢી જાય પછી થોડા ઠંડા થવા દો ત્યારબાદ તેનો ચૂરો કરી લો.
  5. હવે એક કઢાઈ મા 4-5 ચમચી તેલ મૂકી રાઈ, જીરું તતડાવો.
  6. ત્યારબાદ હિંગ અને મીઠા લીમડા ના પાન નાખો.
  7. હવે ખમણ નો ચૂરો નાખી મિક્સ કરી લો.
  8. 2-3 મિનિટ માટે થવા દો અને હલાવ્યા કરો જેથી તળિયે બેસી ના જાય.
  9. ત્યારબાદ તેના પર કોથમીર અને સેવ ભભરાવી ચૂરો ખમણ પીરસો.

My Tip:

ખમણ બનાવેલા વધ્યા હોય તો એ પણ લઇ શકાય.

Reviews for Churo Khaman Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો