હોમ પેજ / રેસિપી / ચૂરો ખમણ

Photo of Churo Khaman by Shraddha Patel at BetterButter
776
3
0.0(0)
0

ચૂરો ખમણ

Oct-28-2018
Shraddha Patel
720 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચૂરો ખમણ રેસીપી વિશે

ચૂરો ખમણ સુરત મા પ્રખ્યાત છે. જે ખમણ નો ભુક્કો કરી ને બનાવવામાં આવે છે. આ ડીશ કોઈ પણ સમયે ખાવાની મજા આવશે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • પીસવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 4

  1. બે કપ ચણા ની દાળ
  2. એક ગ્લાસ ખાટી છાસ
  3. એક ચમચી આદુ મરચા લસણ ની પેસ્ટ
  4. સ્વાદ પ્રમાણે મીઠું
  5. 1/2 ચમચી સોડા
  6. 1/2 ચમચી હળદર
  7. 6-7 ચમચી તેલ
  8. 1 ચમચી રાઈ
  9. 1 ચમચી જીરું
  10. ચપટી હિંગ
  11. 7-8 મીઠા લીમડા ના પાન
  12. 5-6 ચમચી બારીક સમારેલી કોથમીર
  13. 1/2 કપ ઝીણી સેવ

સૂચનાઓ

  1. ચણા ની દાળ ને ધોઈ ને 4-5 કલાક પાણી મા પલાળી ને રાખો. ત્યારબાદ પીસી લો અને છાસ ઉમેરી ખીરું બનાવો.
  2. હવે ખીરા મા મીઠું, હળદર, આદુ મરચા લસણ ની પેસ્ટ અને સોડા નાખી મિક્સ કરી લો.
  3. હવે થાળી મા તેલ લગાવી ખીરું રેડી ઢોકળીયા મા કે સ્ટીમર મા 10 મિનિટ માટે ચઢવા દો.
  4. ખમણ ચઢી જાય પછી થોડા ઠંડા થવા દો ત્યારબાદ તેનો ચૂરો કરી લો.
  5. હવે એક કઢાઈ મા 4-5 ચમચી તેલ મૂકી રાઈ, જીરું તતડાવો.
  6. ત્યારબાદ હિંગ અને મીઠા લીમડા ના પાન નાખો.
  7. હવે ખમણ નો ચૂરો નાખી મિક્સ કરી લો.
  8. 2-3 મિનિટ માટે થવા દો અને હલાવ્યા કરો જેથી તળિયે બેસી ના જાય.
  9. ત્યારબાદ તેના પર કોથમીર અને સેવ ભભરાવી ચૂરો ખમણ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર