BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / બાજરી ના રોટલા

Photo of Bajra Roti by Shraddha Patel at BetterButter
1
3
0(0)
0

બાજરી ના રોટલા

Oct-28-2018
Shraddha Patel
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બાજરી ના રોટલા રેસીપી વિશે

બાજરી ના રોટલા એ પારંપારિક વાનગી છે ક્હેવાઈ છે કે રોટલા બનાવતા આવડે એટલે બધું આવડી ગયું. ડાયાબિટીસ ના દર્દી માટે તેમજ બધા માટે રોટલા ખુબજ તંદુરસ્ત છે. તો આવો જોઈ લઈએ રોટલા બનાવવા ની વિધિ.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • શેકેલું
  • મૂળભૂત વાનગીઓ
  • ડાયાબીટીસ

સામગ્રી સર્વિંગ: 3

  1. ત્રણ કપ બાજરી નો લોટ
  2. સ્વાદ પ્રમાણે મીઠું
  3. જરૂર મુજબ પાણી

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક તપેલી મા પાણી લો અને તેમાં મીઠું નાખી હલાવી લો એટલે મીઠું ઓગળી જાય.
  2. હવે કાથરોટ મા એક કપ બાજરી નો લોટ લો. એક કપ લોટ માંથી બે રોટલા બનશે. બધો લોટ સાથે ના લેવો બે બે રોટલા નો લોટ લેવો.
  3. હવે લોટ મા થોડું થોડું પાણી ઉમેરતાં જઈ લોટ ને બરાબર મસળી લો.
  4. લોટ બરાબર મસળવો જેથી રોટલા સરસ બની શકે.
  5. લોટ મસળાય જાય પછી એક રોટલા નો લોટ લઇ ગોળાકાર શેઈપ આપતા જઈ હાથે થી રોટલો ટીપી લો. કિનારી પણ પાણીવાળો હાથ ફેરવવો જેથી કિનારી ફાટી ન જાય.
  6. હવે ગરમ તાવડી મા રોટલા ને બરાબર નાખી દો. એક બાજુ શેકાઈ પછી રોટલો પલટાવી લો.
  7. બન્ને બાજુ બરાબર શેકી લો. ત્યારબાદ તેના પર માખણ અથવા ઘી ચોપડો.
  8. આવી રીતે બીજા રોટલા બનાવી લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર