હોમ પેજ / રેસિપી / સુરતી ઘારી

Photo of Surti Ghari by Anjali Kataria at BetterButter
889
4
0.0(0)
0

સુરતી ઘારી

Oct-28-2018
Anjali Kataria
20 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
8 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સુરતી ઘારી રેસીપી વિશે

ઘારી એક જાતની મિઠાઈનો પ્રકાર છે. ઘારી વિશેષ કરીને સુરતી મિઠાઈ છે. ઘારીનો ઉદભવ અને પ્રસાર સુરતમાં થયો હતો. ઘારી મુખ્યત્વે દૂધનાં માવામાંથી બનતી મિઠાઈ છે, તે ઉપરાંત ઘી, રવો, મેંદો તેમજ સુકો મેવો પણ ઘારી બનાવવામાં વાપરવામાં આવે છે. સુરતમાં આસો વદ એકમના દિવસે ખાસ ઘારી ખાવાનો રીવાજ ઘણાં વર્ષોથી ચાલ્યો આવે છે, જે ચાંદની પડવો તરીકે ઓળખાય છે. એ દિવસે લોકો ખાસ કરીને સાંજે ઘારી ખાય છે. ઘારી એ મિઠાઈ હોવાથી તેની સાથે તીખી વસ્તુ જેવી કે ફરસાણ વગેરે પણ લેવામાં આવે છે. ચાંદની પડવાની સાંજે ઘરનાં તમામ સભ્યો સાથે બેસીને ઘારી-ભુસુ આરોગે છે. અમે પણ વર્ષો થી આ પરંપરા મુજબ ઘરે જ ઘારી બનાવીએ છીએ અને આખું પરિવાર સાથે બેસી ને ઘારી ભૂસુ આરોગીએ છીએ. વર્ષો થી મારા દાદી ઘારી ભૂસુ ઘરે જ બનાવે છે. આ ઘારી ની રેસિપી મે મારા દાદી પાસે શીખી છે. તળવા માં મને મારા મમ્મી એ મદદ કરી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • ભારે
  • તહેવાર
  • ગુજરાત
  • ઠંડુ કરવું
  • તળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 8

  1. ૧.૫ કપ મોળો માવો
  2. ૧/૪ કપ ચણા નો લોટ
  3. ૧ કપ ખાંડ
  4. ૧ કપ મેંદો
  5. ૨ મોટી ચમચી તેલ
  6. ૨ મોટી ચમચી બદામ પાઉડર
  7. ૨ મોટી ચમચી પિસ્તા પાઉડર
  8. તળવા માટે દેશી ઘી
  9. ૨ કપ જામખંભાળિયા ઘી / દેશી ઘી
  10. લોટ બાંધવા માટે પાણી
  11. સૂકા મેવા નો ભુક્કો
  12. શણગારવા માટે ગુલાબ ની પાંખડી

સૂચનાઓ

  1. એક બાઉલ લો.
  2. તેમાં મેંદો અને તેલ નાખો.
  3. જરૂરિયાત મુજબ પાણી નાખીને લોટ બાંધી લો.
  4. પરોઠા નો લોટ બાંધીએ તેવો લોટ બાંધો.
  5. લોટ પ્રમાણમાં ખૂબ નરમ કે ખૂબ કઠણ ન હોવો જોઈએ.
  6. હવે આ બંધાયેલા લોટને દસ મિનિટ સુધી ઢાંકીને એક તરફ મુકો.
  7. તે દરમ્યાન એક કડાઈ લો.
  8. તેમાં મોળા માવા ને ૪-૫ મિનિટ સુધી ધીમા તાપે શેકી લો.
  9. હવે આ માવાને એક તરફ મુકો.
  10. બીજી કડાઈમાં ચણાના લોટની બેથી ત્રણ મિનિટ સુધી શેકી લો.
  11. ધ્યાન રાખો કે માવો અને ચણાનો લોટ વધારે શકાય ન જાય. તેના માટે ગેસના તાપને ધીમો રાખો.
  12. હવે એક બાઉલ લો.
  13. તેમાં શેકેલ માવો શેકેલા ચણા નો લોટ અને બૂરુ ખાંડ નાખો.
  14. બદામનો ભૂકો અને પિસ્તાનો ભૂકો પણ નાખો.
  15. બરાબર મિક્સ કરી લો.
  16. એક તરફ મૂકો.
  17. હવે મેંદા ના લોટ ને એકવાર બરાબર ગુથી લો.
  18. તેના ગુંદલા બનાવીને એક તરફ મુકો.
  19. હવે તેમાંથી એક ગુંડલું લો અને બાકીના ગુંદલા ને રૂમાલ વડે ઢાંકી દો.
  20. તેની નાની અને પતલી રોટલી બનાવો.
  21. હવે એક નાની વાટકી લો.
  22. તેમાં માવા નું મિશ્રણ ભરો.
  23. બરાબર દબાવી ને માવા નું મિશ્રણ ભરો.
  24. હવે આ વાટકી ને ઊંધી કરી ને હળવેક થી માવા નું મિશ્રણ કાઢી લો.
  25. આમ કરવા થી માવા ના મિશ્રણ ને બરાબર આકર મળી જશે.
  26. હવે હળવેક થી આ માવા ના મિશ્રણ ને વણેલી રોટલી ની વચ્ચે મૂકો.
  27. હવે મેંદા ની રોટલી ને બધી બાજુ થી બંધ કરી લો.
  28. વધારા નો લોટ વધે એ કાઢી લો.
  29. આ પ્રકારે બધી ઘારી બનાવી લો.
  30. હવે એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો.
  31. હવે તળવા ના જારાં ઉપર એક ઘારી મૂકો.
  32. અને બીજા હાથે ચમચી થી ગરમ ઘી જાર ઉપર ની ઘારી પર રેડો.
  33. બંને બાજુ આ રીતે ઘી રેડો.
  34. આ પ્રકારે વારંવાર ઘી રેડો જ્યાં સુધી ઘારી શેકાઈ ના જાય.
  35. ધ્યાન રાખો કે ઘી બહુ ગરમ કે બહુ ઠંડુ પણ ના હોવું જોઈએ.
  36. આ પ્રકારે બધી ઘારી તળી લો.
  37. જો આ રીત ના ફાવે તો બધી ઘારી ને વારાફરતી ભજીયા ની જેમ કડાઈ મા જ તળી લો.
  38. નોર્મલ બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તળો.
  39. હવે બધી ઘારી ને ૧૦ મિનિટ સુધી ઠંડી થવા દો.
  40. ઘારી ઠંડી થાય એટલે ચમચી વડે તેના પર જામખંભાળિયા ઘી ઉમેરો અને બરાબર પાથરી લો.
  41. બધી ઘારી પર આ રીતે ઘી પાથરો.
  42. સૂકા મેવા નો ભુક્કો ભભરાવો.
  43. જો જામખંભાળિયા ઘી ના હોય તો તમે દેશી ઘી નો પણ ઉપયોગ કરી શકો છો.
  44. થોડી વાર માટે એક તરફ મૂકો અથવા ઠંડી થવા દો.
  45. ગુલાબ ની પાંખડી વડે ઘારી ને શણગારો.
  46. સુરતી ઘારી પીરસવા માટે તૈયાર છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર